સુંદરમાં રહો

ના અર્થમાં કે ફક્ત અક્ષરમાં રહો,

સંવાદના નાજુક સૌ સ્તરમાં રહો !

 

અંજળ હશે તો આવી ચડશું કોઈ વાર,

એકાદ સાંજે એમ બસ ઘરમાં રહો !

 

બિન્દાસ ના રહેશો અજાણ્યા શ્હેરમાં,

થોડી ફિકર સાથે જરા ડરમાં રહો !

 

બસ એ જ મારું ને કલાપીનું મનન,

સુંદર બનો ને એમ સુંદરમાં રહો !

 

નડતર નહીં તો માર્ગમાં બનશો સુધીર’,

ઉંબર નહીં, કોઈના અંતરમાં રહો ! 

                                        …..સુધીર પટેલ

4 Comments »

  1. બસ એ જ મારું ને કલાપીનું મનન,
    સુંદર બનો ને એમ સુંદરમાં રહો !

    sundar.

  2. સુંદર ગઝલ…

  3. સરસ ગઝલ. કલાપીની વાતને સરસ રીતે સાંકળી છે.

  4. Sudhir Patel said

    Thank you, Pravinbhai and all gazal-lovers.
    Sudhir Patel.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment