પાણીનું છે નામ ભૂ

Arrum

 

 

 

 

 

 

 

આપળું કંઈ કોઈ હાંભળતું નથી,
  મન દુખી થેઈને ચળભળતું નથી,
  બીજું કંઈ નીં પાણીનું છે નામ ભૂ.

  કોઈ છોને ડીંગલાં કઈરા કરે,
  ઠીક છે,આપળને ચમચમતું નથી,
  બીજું કંઈ નીં પાણીનું નામ છે ભૂ.

  વાદળીની જેમ દોળીને મલું,
  લોક હામે જોઈને અહતું નથી,
  બીજું કંઈ નીં પાણીનું છે નામ ભૂ.

  અંઈ ઘરોબાની ઘણી ધખના થતી,
  જાત જેવું કોઈ મનગમતું નથી,
  બીજું કંઈ નીં પાણીનું છે નામ ભૂ.

  સાંતિથી કિસોર જીઈવા કરે,
  એક જણ અંદરથી વલવલતું નથી,
  બીજું કંઈ નીં પાણીનું છે નામ ભૂ.
                                       …..ડૉ. કિશોર મોદી
  

આપળું=આપણું,   ચળભળવું=ગુસ્સે થવું,   ડીંગલાં=સળી કરવી તે.
 ચમચમવું=બળવું તે,   દોળીને=દોડીને,   હામે=સામે,   અહવું=હસવું
 અંઈ=અહીં,    ધખના=એક્ધારી ઈચ્છા થવી તે,   સાંતિથી=શાંતિથી,
 પાણીનું નામ છે ભૂ= સરવાળે કંઇ નહિ.

000

કિશોરભાઈએ આજે તેમની તાજી જ સુરતી-ગામઠી ભાષામાં

લખાયેલ એક ત્રિપદી મોકલી છે, જેની ફક્ત ત્રણ ત્રણ લીટીમાં

ઉભરાતા વિચાર અને સંવેદન વિસ્મય અને આનંદની લાગણી

સાથે દિલને સ્પર્શી જાય છે ! પ્રીતમ લખલાણીના શબ્દોમાં

કહીએ તો– He is a surti kavi Kalapi for US…..

8 Comments »

  1. વાહ…સુરતી ત્રિપદીમાં મઝા આવી ગઈ.

  2. હુંદર… જલહો પડી ગીયો…

  3. pragnaju said

    જન્મને મનથી હુરટી અમને ટો બો ગમે
    યાદ આવી
    થોડી થોડી વાતે કંઇ થાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.
    જ્યારે બી સ્મેશી અડ્ડાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

    આજે હું ખાવાનાં પાંઉભાજી કે ઢોસા?
    એવું પુછે કોઇ તો પહેલા બઘવાય, પછી કેહે કે આજે ખાવાનું ની મલે

  4. ખૂબ સુંદર રચના. તળપદી ભાષામાં ઊંડી વાત- બહુ ગમી.

  5. Sudhir Patel said

    Very nice Triplet in Surti language! Enjoyed it.
    Sudhir Patel.

  6. preetam lakhlani said

    Kaka is Kaka,……..he is a all rounder…….his pen can do any megic.

  7. ANAYAS said

    અંઈ ઘરોબાની ઘણી ધખના થતી,
    જાત જેવું કોઈ મનગમતું નથી,
    બીજું કંઈ નીં પાણીનું છે નામ ભૂ.

    very impressive

  8. Pinki said

    vaah ! kishoruncle,

    very much enjoyed !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment