Archive for June 1, 2009

સવાર !

ફૂલ, ઝાકળ, ખુશ્બૂ, હવા, પંખી, ટહુકા ને સવાર !
નીંદર ઘેરી આંખોએ નીતરે સપના ને સવાર !

બારીએ સૂરજ કાઢે ઘડી ઘડી ડોકા ને સવાર !
પતંગિયાંનાં રંગે રંગાયા તડકા ને સવાર !

સમય પણ ભરે છે હળવે હળવે પગલાં ને સવાર!
ધીરે ધીરે ખૂલે દૃશ્યોનાં પડદા ને સવાર !

ઝીલી લેજો, દિવસભર છે એ ખપના ને સવાર !
ક્યારેક મળે આવા મનગમતા મોકા ને સવાર !

વીતી જાશે રાત અનોખી કામણગારી ‘સુધીર’,
એના બન્ને છેડે માણી લ્યો સંધ્યા ને સવાર !
                                                 …..સુધીર પટેલ

Comments (11)