Archive for June 2, 2009

ક્યાં ખબર છે ?

b Sunset

 

 

 

 

 

 

 

કોણ આગળ કોણ પાછળ, કયાં ખબર છે ?
ક્યાં સુધી લઈ જાય અંજળ, ક્યાં ખબર છે ?

મેં ય ગાળ્યા વીરડા મારા ગજાનાં,
કઈ વકલનું નીકળે જળ, ક્યાં ખબર છે ?

થઈ શકે છે આજ રસ્તે, લક્ષ્યપૂર્તિ
હોય નિશ્ચિત કઈ ઘડી-પળ, ક્યાં ખબર છે ?

શક્ય છે આંટી પડી હો ક્યાંક, વચ્ચે
કેટલાં ઉતરે-ચડે વળ, ક્યાં ખબર છે ?

પ્રજ્વલિત વેદી, કપૂરી શ્વાસ ઝળહળ,
કઈ પળે હોમાય શ્રીફળ, ક્યાં ખબર છે ?

ઝંપલાવ્યું છે ફકત તારા ભરોસે,
કેટલું ઊંડું હશે તળ, ક્યા ખબર છે ?

સનસનાટી, કમકમાટી-રોજનું થ્યું !
શાંત ચિત્તે શું મળે ફળ, ક્યાં ખબર છે ?
                                           ……ડૉ. મહેશ રાવલ

Comments (6)