Archive for June 3, 2009

બદલો

flower-vase

 

 

 

 

 

 

 

 

 

 

બદલો બદલો બેડરૂમમાં
માણસ નહીં તો ચાદર બદલો,
પાછળની સૌ વાત ભૂલીને
કંઈ તો આગળ આગળ બદલો.

ફૂલ નથી તાજાં મળતાં તો
બદલો ફ્લાવર-વાઝ,
માણસ જો મોંઘા પડતા તો
બદલો ફોટાઓ આજ.
ઓશીકાની આંખ ભીંજાતી
સ્પર્શ તણાં વાદળ તો બદલો.

પ્રતિબિંબો જાતે ખરડાતાં તો
બદલો અરીસાની ભાષા,
અર્થનો ભાર થતો ભારી તો
બદલો શબ્દો કેરા તમાશા.
પરબીડિયે સરનામું રડતું
કોઈ તો અંદરનો કાગળ બદલો.
                           …..ડૉ. નીલેશ રાણા

નીલેશભાઈની એક તાજી જ કવિતા…
જીવનને હળવું ફૂલ અને મધુર બનાવવાનો એક સુંદર કિમીયો.

Comments (10)