Archive for June 7, 2009

હરિનો પગરવ

સખી, મેં સુણ્યો હરિનો પગરવ,
કદમ્બડાળે દેવચકીએ કર્યો પ્રભાતી કલરવ.

ઓ આવ્યાને ભણકારે થઈ લાલ કાનની બુટ,
શુકન થયાં, સપનામાં દીઠું વાંસ તણું ઝુરમુટ,
ગોકુળ છોડી વહી આવ્યો લ્યો, હરિનો બંસીરવ…
સખી, મેં સુણ્યો….

પારિજાતની સુગંધ વરસી, ચાખડીના ચટકારા,
ઊડે હવામાં ખેસ, તેજના ઝલમલતા ઝબકારા,
ડેલીએ અણસાર ઊતર્યા,ઉમ્બર પર ઓચ્છવ…
સખી, મેં સુણ્યો…
                                  …..ભગવતીકુમાર શર્મા

Comments (3)