એક મુક્તક

રિસ્તા કોઈ ચાંદીના તો કોઈ સોનાનાં માગે છે,
અફસોસ ! હવે ક્યાં કોઈ માણસ પણ પોતાના માગે છે !
જેને શ્રદ્ધા છે એ તો પૂજે છે પ્રેમે પથ્થરને પણ,
બાકીના સૌ પુરાવા પણ એના હોવાના માંગે છે !
                          …..સુધીર પટેલ

કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>      સુધીર પટેલ  

4 Comments »

  1. kishoremodi said

    સુંદર મુકતક નવીન રજુઆત અભિનંદન

  2. pragnaju said

    સુંદર મુકતક

    ભગવાનનાં અસ્તિત્વનાં કોઇ પુરાવા છે ? હું કેવી રીતે સાબિત કરી શકું કે ભગવાન છે ? … એનો અર્થ એ નથી થતો, જેમ કે, ભગવાનનાં અસ્તિત્વનાં કોઇ પુરાવા નથી

  3. premji bhanushali said

    માફ કરજો પણ દિલની વાત બેધડક કહી દઉં છું.

    કવી કોઇ કહે કે ના કહે એની શું ફિકર કરવી

    લગાગા ગાગાલગા ની કેદ થી મુક્ત રાચું છું

    એ ના એજ વીચારો નવા વાઘા પહેરી રાચે છે,

    જાણે માલિક, કાવ્યનો ચોકીદાર દાસ છે.

    વખાણો ની ઠોકર થી જે ધરાશાયી થાય છે,

    ધક્કાની ચોટ થી ફરી ઉભો થઇ જાય છે.

    મંગલ મૈત્રિ.

  4. gujaratikavitaanegazal said

    bahu sarase

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment