Archive for June 18, 2009

હલેસાને

દૂર શું નજદીક શું હલેસાને,
બસ ધરી પર ઘૂમવું હલેસાને.

હાથ બદલાતા રહે ઇરાદાના,
ક્યાં કશું પોતાપણું હલેસાને.

મારું કે તારું કશું નથી જગમાં,
જે મળે ટંડેલનું હલેસાને.

આ પવન તો દોસ્ત છે ને દુશ્મન પણ,
જે દિશા ફળે તે ખરું હલેસાને.

પાણીમાં પણ ભેખડો મળે સાધો,
બાજુ થૈ હંકારવું હલેસાને.

છે કિનારો તો સહીસલામત પણ,
કીર્તિ લઇને ડૂબવું હલેસાને.
                  …….કીર્તિકાન્ત પુરોહિત

Comments (6)