એવી રીતે આપળે અંઇ જીવવાનું છે,
નામ મગનું હો મરી જાં પાળવાનું છે.
હોળ પિછોળી પ્રમાણે તાણવાની છે,
પોતપોતાનું જ પોતે ફોળવાનું છે.
નિત્ય દુનિયાદારી વિસે હું કઉં તમને?
કંઇ ને કંઇ દરરોજ પાછું ભૂલવાનું છે.
એક માણહ થેઇને રેવાનું અઘરું છે,
ધાર પર તલવારની નિત ચાલવાનું છે.
હેર મલતા હેકીને ખાવાનું છે કિશોર,
બહેર મઇલું તો તિયારે બાફવાનું છે.
-ડૉ. કિશોર મોદી
.
આપળે=આપણે, અંઇ=અહીં, હો=પણ, જાં=જ્યાં,
પાળવાનું=પાડવાનું, હોળ=સોડ, હું=શું,
ફોળવાનું=ફોડવાનું, હેર=શેર, હેકીને=શેકીને,
મઇલું=મળ્યું