કૈં લાગતું નથી

અમને કદી અજુગતું કૈં લાગતું નથી,
સમભાવમાં અપૂરતું કૈં લાગતું નથી.

દુનિયામાં વાણીની મીઠપ હોવી જોઇએ,
જિહ્વા ઉપર કસુતરું કૈં લાગતું નથી.

રાધા થવું બધાને બહુ ગમતું હોય છે
ક્યારે ય મોં કટામણું કૈં લાગતું નથી.

વાતાવરણ ભલેને ભારી આજ ખૂબ છે,
પણ મારું મન અણોસરું કૈં લાગતું નથી.

કિશોર સો વરસ પૂરેપૂરા જીવી ગયો,
એનું ક્યહીં અરાખડું કૈં લાગતું નથી.
-ડૉ કિશોર મોદી

કસુતરું= બગડી ગયેલું
કટામણું= નાપસંદગી દર્શાવતું
અણોસરું= ઉદાસ, અરાખડું= છાપ

અપરિચિત લાગતા કાફિયાના અર્થ સમજાય છે ત્યારે
પોતીકા ભાવવિશ્વનો અનુભવ થાય છે.

4 Comments »

  1. નવા અર્થસભર કાફિયાનું નાવિન્ય બહુ જ સરસ.

    મત્લામાં કાફિયા ઉઅઉ લીધા પછી આગળ આઅઉ અને ઓઅઉ સુક્ષ્મ દોષ કહેવાય કે નહિ તે નિષ્ણાત મિત્રો ને પૂછીએ.

  2. ” અપરિચિત લાગતા કાફિયાના અર્થ સમજાય છે ત્યારે પોતીકા ભાવવિશ્વનો અનુભવ થાય છે ” – સાચી વાત!

    અમને કદી અજુગતું કૈં લાગતું નથી,
    સમભાવમાં અપૂરતું કૈં લાગતું નથી.

    દુનિયામાં વાણીની મીઠપ હોવી જોઇએ,
    જિહ્વા ઉપર કસુતરું કૈં લાગતું નથી.

  3. preetam lakhlani said

    dear kaka, tame to surti gazal ma manvamaa n aave tevi kamal kari……I liked your gazal…..

  4. sudhir patel said

    enjoyed your another Gazal with new Kafiyas.
    Sudhir Patel.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment