તારે તો બહુ સારું છે,
પડછાયાનું આખેઆખું પોત બસ હવે તારું છે.
કાંટાળી ઝાડીમાં પણ ના એક ઉઝરડો પડે,
પડછાયાને શું, એ વસ્ત્રો પહેરે કે પરહરે,
વાડ હોય કે વેલો, તારે બધે જ ખોડીબારું છે,
તારે તો બહુ સારું છે….
પવન વહે કે પાણી ના ખળભળવું કે ભીજાવું,
જ્યાં લગ છે આ હોવું ત્યાં લગ લાંબા-ટૂંકા થાવું,
તારું હોવું તારું ક્યાં છે એ પણ તો પરબારું છે,
તારે તો બહુ સારું છે….
-રમણીક સોમેશ્વર
sudhir patel said
Enjoyed this nice Geet once again here.
Sudhir Patel.
વિવેક ટેલર said
સુંદર મજાનું ગીત… લય પણ ફાંકડો…
પંચમ શુક્લ said
પડછાયાનું પ્રતીક લઈ બહુ ગહન વાત કરી. સરસ લય.
Kirtikant Purohit said
વાડ હોય કે વેલો, તારે બધે જ ખોડીબારું છે,
પવન વહે કે પાણી ના ખળભળવું કે ભીજાવું,
જ્યાં લગ છે આ હોવું ત્યાં લગ લાંબા-ટૂંકા થાવું,
તારું હોવું તારું ક્યાં છે એ પણ તો પરબારું છે,
વાહ્ રમણિકભાઇ બહુજ ગહન વાત કેટ્લી આસાનીથી ગીતમાં કહી દે છે.