સાદ પાડે….

સાદ પાડે માંહ્યલી દેરી મને,
આમ ઊભો થઉં છું ખંખેરી મને.

એક વળગણ એમ કૈં છૂટી ગયું,
કોઈ પહેરણ જેમ લઉં પહેરી મને.

વાદળાં જેવું જ દુ:ખ કાળું છતાં,
કોર દેખાઈ છે રૂપેરી મને.

જાત ઢંઢોળ્યા કરું છું હરવખત,
ઊંઘ ગઈ છે એમ ભંભેરી મને.

ઉકેલ્યો તો ઉકલ્યા સાતે જનમ,
કોઈ દેખાતું નથી વેરી મને.

ક્યાંય ના લાગું મને હું એકલો,
કોણ ઊભું હોય છે ઘેરી મને?
              – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

5 Comments »

  1. સરસ ગઝલ.. બે શેર વધુ ગમ્યા..
    એક વળગણ એમ કૈં છૂટી ગયું,
    કોઈ પહેરણ જેમ લઉં પહેરી મને.

    વાદળાં જેવું જ દુ:ખ કાળું છતાં,
    કોર દેખાઈ છે રૂપેરી મને.

  2. sudhir patel said

    Wonderful Gazal from ‘Miskeen’!
    Emjoyed almost all shers, however,the below Two are the most.

    વાદળાં જેવું જ દુ:ખ કાળું છતાં,
    કોર દેખાઈ છે રૂપેરી મને.

    ઉકેલ્યો તો ઉકલ્યા સાતે જનમ,
    કોઈ દેખાતું નથી વેરી મને.

    Thank you, Pravinbhai, for such a nice posting.
    Sudhir Patel.

  3. સર્વાંગ સુંદર ગઝલ.

  4. સરસ ગઝલ . સૌ મિત્રો જોડે હું ય સહમત છું.

  5. Pinki said

    waah…
    my fav. gazal , too.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment