એવું શાને ?

નીંદ પણ હું ખ્વાબ પણ હું એવું શાને ?
સત્ય પણ હું તાગ પણ હું એવું શાને ?

એક ઇચ્છા માંડ મુઠ્ઠીમાં સમાણી,
એ જ પળ વિતરાગ પણ હું એવું શાને ?

ડોન-કિ-હોટે બની ઘૂમું જગતમાં,
ત્રસ્ત હું તલવાર પણ હું એવું શાને ?

ઝેરથી કાળો પડ્યો છું મારી જાતે,
ડંખ પણ હું નાગ પણ હું એવું શાને ?

કેમ આપોઆપ પરખાતો નથી હું,
મારી જાહેરાત પણ હું એવું શાને ?

ચાલ ભીતરના અરીસાને જ પૂછું,
હું જ અંદર, બ્હાર પણ હું એવું શાને ?

કીર્તિના ફૂરચા ઊડે એવી સુરંગો,
પાથરી દેનાર પણ હું એવું શાને ?
                  …કીર્તિકાન્ત પુરોહિત

કવિના પરિચય માટે અહીં ક્લીક કરો–  Kirtikant Purohit

ડોન-કિ-હોટે = તે જ ટાઇટલ ધરાવતી જગવિખ્યાત નવલકથાનું
અમરપાત્ર છે. સ્પેનીશ લેખક મીગ્યુઅલ દિ સેરવાંટેસ દ્વારા સર્જાયેલી
આ અમરકથામાંના બે પાત્રો ડોન કિ હોટે અને સાંકોપાંઝા પણ
જગસાહિત્યમાં અમર થઇ ગયાં છે. આ નવલકથા દસ વર્ષના અંતરે
બે ભાગમાં પ્રગટ થઇ છે.

4 Comments »

  1. preetam lakhlani said

    Dear Purohit shahebne salam for nice Gazal…….
    kritikantbhai, Thanks for sending me your nice two Gazal books.

  2. બહુ મઝાની ગઝલ.

  3. sudhir patel said

    Enjoyed your nice Gazal with nre Radeef.
    Also, good to know more about you from your ‘Parichay’ link.
    Sudhir Patel.

  4. સુંદર આંતરદર્શન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment