ગોખલો (મોનોઇમેજ)
ગોખલો હોય છે
પવિત્રતાનો ઈશ્વરીય
દરબાર !
00
ગોખલો
સંત્રીની આંખે
કેવો નિહાળતો હોય છે
રસ્તા પરની અવર-જવર !
00
ગોખલો
હવાની જેમ
કૈં ગણગણતો હોય છે
એકલો એકલો !
00
કોડિયાની
શગથી સજ્જ ગોખલો
હોય છે
રાતનો સૂરજ !
00
ગોખલો
ઘરની શ્રદ્ધાના
પ્રતીક સમાન !
-ડો. કિશોર મોદી
સંગ્રહ – એઈ વીહલા !
ઈ મેલ – kishoremodi@gmail.com
Kirtikant Purohit said
સારું મોનોઇમેજ અને નવું પ્રતિક…સરસ.
પંચમ શુક્લ said
ગોખલાના પ્રતીકથી વિધાયક સંવદન ….સરસ રજૂઆત્
sudhir patel said
Enjoyed very nice Mono-Images of ‘Gokhalo’! Very well said.
Sudhir Patel.
preetam lakhlani said
kishor kaka ja mara ghokhla na dev !………very Good Mono-Image