એક મુલાકાત ભવ્ય થઈ ગઈ બસ,
જિન્દગી આજ ધન્ય થઈ ગઈ બસ.
બોલ એ કેટલા સહજ બોલ્યા,
વાત સીધી ને ગમ્ય થઈ ગઈ બસ.
શું કહું એ નજરનો જાદુ પણ,
સૃષ્ટિ સઘળી ય રમ્ય થઈ ગઈ બસ.
રંજ પણ ના રહ્યો જુદાઈનો,
ગોઠડી રોજ શક્ય થઈ ગઈ બસ.
શબ્દ ઓઢી ગઝલ મળે ‘સુધીર’,
કલ્પના એ ય તથ્ય થઈ ગઈ બસ.
…..સુધીર પટેલ
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> Sudhir Patel