એક મુલાકાત ભવ્ય થઈ ગઈ બસ,
જિન્દગી આજ ધન્ય થઈ ગઈ બસ.
બોલ એ કેટલા સહજ બોલ્યા,
વાત સીધી ને ગમ્ય થઈ ગઈ બસ.
શું કહું એ નજરનો જાદુ પણ,
સૃષ્ટિ સઘળી ય રમ્ય થઈ ગઈ બસ.
રંજ પણ ના રહ્યો જુદાઈનો,
ગોઠડી રોજ શક્ય થઈ ગઈ બસ.
શબ્દ ઓઢી ગઝલ મળે ‘સુધીર’,
કલ્પના એ ય તથ્ય થઈ ગઈ બસ.
…..સુધીર પટેલ
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> Sudhir Patel
વિવેક ટેલર said
મજાની ગઝલ…
બોલ એ કેટલા સહજ બોલ્યા,
વાત સીધી ને ગમ્ય થઈ ગઈ બસ.
- સહજ પણ ઊંડી વાત…
DR. CHANDRAVADAN MISTRY said
શબ્દ ઓઢી ગઝલ મળે ‘સુધીર’,
કલ્પના એ ય તથ્ય થઈ ગઈ બસ.
Nice Gazal….Enjoyed…
Kirtikant Purohit said
શબ્દ ઓઢી ગઝલ મળે ‘સુધીર’,
કલ્પના એ ય તથ્ય થઈ ગઈ બસ.
વાહ સુધીરભાઇ. નવ્ય કાફિયા અને સુંદરતમ રચના. બધા જ કાફિયા સાંગોપાંગ ઉતર્યા છે તમારી કલમથી.
પંચમ શુક્લ said
સરસ ગઝલ. છંદ પણ ગમ્યો.
kishoremodi said
ટૂંકી બેહરમાં સરસ ગઝલ કહી બસ.નવીન રદીફ-કાફિયા ગમ્યાં અભિનંદન
sapana said
Very nice gazal!
શું કહું એ નજરનો જાદુ પણ,
સૃષ્ટિ સઘળી ય રમ્ય થઈ ગઈ બસ.
wah!
Sapana
pragnaju said
સરસ ગઝલ.
રંજ પણ ના રહ્યો જુદાઈનો,
ગોઠડી રોજ શક્ય થઈ ગઈ બસ.
ગમ્યો.