ડૂબતી સાંજે
પંખીના કિલકિલાટથી
ગુંજતા વૃક્ષને
વહેલી સવારે
આંગણામાં ઢગલો થઈ ગયેલ જોઈ,
બારીએ ઊભો
જીવનની ફિલોસોફીમાં
ખોવાઈ જાઉં છું,
આ ગણ્યાગાંઠ્યા શ્વાસનો
હવે શું ભરોસો ?
એ જ વખતે
લાકડીના ટેકે
ચાલ્યા જતા એક વૃધ્ધે
ઘડીક બેઘડીકનો વિસામો લેવા
પાંદડાંના ઢગલે આવી બેઠક જમાવી
અને પછી
નિરાંતે વાંસળી વગાડવા માંડી….
આ જોઈ
પાંદડા વીણવા ગુંથાયેલા પવને
સાતે કામ એક કોર હડસેલી
ડાળે ચઢી
હરખભેર હિંચકા ખાવા માંડ્યા !
-પ્રીતમ લખલાણી
સંપર્ક- preetam.lakhlani@gmail.com