Archive for July 11, 2009

સહજ મળે તે સાચું

સહજ મળે તે સાચું,
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.

વરસે વ્હાલો ધોધમાર છલકે જીવતરની ઝોળી,
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી,
આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું.
સહજ મળે તે સાચું….

પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે,
સમય સાચવી સુખનો સૂરજ આપોઆપ જ ઊગે,
ભાર ભધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું….
                                    -નીતિન વડગામા

Comments (5)