ફરી એ જ રડવાનો અવાજ !
બાળક પોતાનું- પોતે જ બે ધ્યાન !
મોંઘા દૂધના પાઉડરંનો ડબ્બો
આયાના હાથમાં સોંપતા
બાઈ પીવડાવી દેજે
અરીસામાં પ્રતિબિંબની સાડી પર
નજર ફેરવી,
બંધ કર્યો દરવાજો- જાણે હૃદયનો !
રસ્તા પર ચાલતા…. અચાનક….
રડવાના અવાજનો સૂર્યોદય !
આંખોનું ફોકસ બદલાયું
મજૂરણે બાળકને છાતીએ વળગાડ્યું.
પગ અટક્યા- થોડી ક્ષણો
પ્રસરી બાળકના ખિલખિલાટ
હાસ્યની ફોરમ,
વરસાદ તો ન વરસ્યો
પણ ભીંજાઈ ગઈ સોંસરવી !
પાછળ ફરી, તરત જ દોડી….
હાસ્યનો પડઘો પોતાના ફ્લેટમાં
કદાચ હજુય ગુંજતો હોય !
-ડૉ. નીલેશ રાણા
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો> Dr. Nilesh Rana
Shah Pravinchandra said
કોણ ક્યારે પાઠ ભણાવી જશે શી ખબર?
ચારેપાસ ગુરુઓ બેઠા છે;હતી કૈં ખબર?