માણસ હતો માણસ, હવે અફવા થઈ ગયો !
શોધો લઈ ફાનસ, હવે અફવા થઈ ગયો !
આડા અને અવળા બધા સંબંધની અહીં
કાયમ કરી આડશ, હવે અફવા થઈ ગયો !
ઓળખ રહી ક્યાં આદમીને આદમીની પણ ?
આદમનો એ વારસ, હવે ફારસ થઈ ગયો !
સ્પર્શો હજારો વાર તોયે ક્યાં કશું થતું,
પહેલા હતો પારસ, હવે અફવા થઈ ગયો !
કઠપૂતળી માફક નચાવ્યો રોજ તો ‘સુધીર’,
પૂરું કરો ફારસ, હવે અફવા થઈ ગયો !
-સુધીર પટેલ
કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> સુધીર પટેલ