અફવા થઈ ગયો !

માણસ હતો માણસ, હવે અફવા થઈ ગયો !
શોધો લઈ ફાનસ, હવે અફવા થઈ ગયો !

આડા અને અવળા બધા સંબંધની અહીં
કાયમ કરી આડશ, હવે અફવા થઈ ગયો !

ઓળખ રહી ક્યાં આદમીને આદમીની પણ ?
આદમનો એ વારસ, હવે ફારસ થઈ ગયો !

સ્પર્શો હજારો વાર તોયે ક્યાં કશું થતું,
પહેલા હતો પારસ, હવે અફવા થઈ ગયો !

કઠપૂતળી માફક નચાવ્યો રોજ તો ‘સુધીર’,
પૂરું કરો ફારસ, હવે અફવા થઈ ગયો !
               -સુધીર પટેલ

કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>> સુધીર પટેલ

11 Comments »

  1. Rakesh Thakkar, વાપી said

    Bahu saras Gazal. Manas vishe satya lakhel chhe.
    ઓળખ રહી ક્યાં આદમીને આદમીની ?
    આદમનો એ વારસ, હવે ફારસ થઈ ગયો !

  2. ઓળખ રહી ક્યાં આદમીને આદમીની ?
    આદમનો એ વારસ, હવે ફારસ થઈ ગયો
    NICE one Sudhirbhai ! Chandravadan
    http://www.chandrapukar.wodpress.com

  3. good one.

  4. Pinki said

    mast gazal…… !!

  5. સ્પર્શો હજારો વાર તોયે ક્યાં કશું થતું,
    પહેલા હતો પારસ, હવે અફવા થઈ ગયો !

    આખી ય ગઝલ સર્વાંગ સુંદર છે.

    પ્રિય સુધીરભાઇ
    કુશળ હશોજ.
    આજે મોનોઇમેજ આવ્યું. આપના સંગ્રહ વિષે સન્મિત્ર ડો.મધુભાઇ કોઠારીનો લેખ વાંચી ઘણો આનંદ થયો.
    મારા અભિનંદન સ્વીકારશો.

  6. preetam lakhlani said

    Dear mota bhai,
    Three days ago, I received the Mono Image from Dr. Madhu Kothari. After log time I read wonderfull article about your Gazal,If I did not forget. I read this same Gazal in “Ghabak” few yers ago………anyhow, It is great Gazal!!, Purohit Shaheb sathe mara abhinandan!

  7. sudhir patel said

    Thank you all for your responses.
    Thank you, Pravinbhai, for the posting.
    Sudhir Patel.

  8. સુંદર ગઝલ…

    પણ મને લાગે છે કે છંદ ઘણી જગ્યાએ ખોડંગાય છે…

  9. sudhir patel said

    વિવેક્ભાઈ,

    ધ્યાન દોરવા બદલ આભાર.
    છંદ ખોડંગાતો નથી પરંતુ પ્રૂફની ભૂલ છે.
    મારા સંગ્રહના પાના ૫૩ ઉપર આ ગઝલ છે અને બીજા શેરના સાની મિસરામાં અને ત્રીજા શેરના ઉલા મિસરામાં ભૂલ છે, જે નીચે મુજબ હોવા જોઈએ.

    આડા અને અવળા બધા સંબંધની અહીં
    કાયમ કરી આડશ, હવે અફવા થઈ ગયો !

    ઓળખ રહી ક્યાં આદમીને આદમીની પણ?
    આદમનો એ વારસ, હવે ફારસ થઈ ગયો !

    છંદ વિધાન : ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા, લગા છે.

    પ્રવિણભાઈ, ઉપરોક્ત સુધારો કરવા વિનંતી. આપે ચેક કરવા કહેલું, પણ હું જોઈ શક્યો નથી.
    આભાર.
    સુધીર પટેલ.

  10. pravinshah said

    સુધારો કર્યો છે, જોઈ લેશો.
    આભાર !

  11. pragnaju said

    સુંદર ગઝલ
    આડા અને અવળા બધા સંબંધની અહીં
    કાયમ કરી આડશ, હવે અફવા થઈ ગયો !

    આ શેર વધુ ગમ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment