Archive for July 20, 2009

વીજળીના ચમકારા

સ્પર્શ વરસી ના શક્યો વરસાદ થઈને,
ને હથેળીમાં ઝૂરે ધગધગતી રેતી.
***
આ શ્હેર આખું સાવ કોરુંકટ જુઓ,
સહેજે ન પલળ્યું આજ આ વરસાદમાં.
***
વરસું અનરાધાર હું વાદળ સમો,
હોઉં તો પણ શુષ્ક હું અટકળ સમો.
***
જિંદગી છે રાત સૂક્કાં રણ સમી-
કે વરસવા સ્વપ્નને વાદળ તું આપ.
***
છત્રી ઓઢીને તમે ચાલો નહીં,
એક મોકો આપજો વરસાદને… 
***                              
આંગણે અજવાસનાં પગલાં પડ્યાં,
ભીતરે વરસાદના ટીપાં પડ્યાં,
સ્નેહનો સત્કાર કરવાને, સખી  
શહેરનાં ફૂલો મને ઓછાં પડ્યાં !
                        -ડૉ. દિલીપ મોદી

Comments (3)