બે ગઝલની પંક્તિઓ ક્રમશઃ જોડીને બની એક નવી ગઝલ-
આ પ્રયોગમાં કવિની બીજી રચના :
૧. સવાર ઊગી ફેરફારની
રત લાગી રોમ રોમ કોઈ ફેરફારની,
મીઠી મીઠી સવાર ઊગી ફેરફારની.
મન સ્વસ્થ થઇ વિચારના તડકામાં ઊભું છે,
ચોમેર ભોમ ભોમ ઝળકી ફેરફારની.
ભીતર સુધી સુગંધ મ્હેકી ગઇ પૂરેપૂરી,
દેખાતી દોમ દોમ ખુશી ફેરફારની.
શ્રાવણની સાંજ મોર એકાએક ટહુકતા,
જાંબુડી એષણાઓ જાગી ફેરફારની.
રોમાંચનો પળે પળે ઉત્સવ બને કિશોર,
ખુલી ગઇ છે એક મુઠ્ઠી ફેરફારની.
૨. બનવાજોગ છે
કૈંક એવું થાય બનવાજોગ છે,
વાત મન ગૂંથાય બનવાજોગ છે.
ખુદની તત્પરતા કહેવાની બહુ,
શબ્દતા મ્હોરાય બનવાજોગ છે.
વીરડાનું પાણી પીધું ત્યારથી,
ખોબલો હરખાય બનવાજોગ છે.
એક જણ ગુલમ્હોર થઇને નીકળે,
દશ દિશા મ્હેકાય બનવાજોગ છે.
રાંગ પર કિલ્લાની સૂરજ ઝળહળે,
ટેરવાં શરમાય બનવાજોગ છે.
૩. પળે પળે ઉત્સવ
રત લાગી રોમ રોમ કોઈ ફેરફારની, કૈંક એવું થાય બનવાજોગ છે,
મીઠી મીઠી સવાર ઊગી ફેરફારની, વાત મન ગૂંથાય બનવાજોગ છે.
મન સ્વસ્થ થઇ વિચારના તડકામાં ઊભું છે, ખુદની તત્પરતા કહેવાની બહુ,
ચોમેર ભોમ ભોમ ઝળકી ફેરફારની, શબ્દતા મ્હોરાય બનવાજોગ છે.
ભીતર સુધી સુગંધ મ્હેકી ગઇ પૂરેપૂરી, વીરડાનું પાણી પીધું ત્યારથી,
દેખાતી દોમ દોમ ખુશી ફેરફારની, ખોબલો હરખાય બનવાજોગ છે.
શ્રાવણની સાંજ મોર એકાએક ટહુકતા,એક જણ ગુલમ્હોર થઇને નીકળે,
જાંબુડી એષણાઓ જાગી ફેરફારની, દશ દિશા મ્હેકાય બનવાજોગ છે.
રોમાંચનો પળે પળે ઉત્સવ બને કિશોર, રાંગ પર કિલ્લાની સૂરજ ઝળહળે,
ખુલી ગઇ છે એક મુઠ્ઠી ફેરફારની, ટેરવાં શરમાય બનવાજોગ છે.
- ડૉ. કિશોર મોદી