સમય

શ્વાસને ટાંકણે ટકટક ઘડે સમય,
રેત પર ઑકળી પાડી સરે સમય.

ભાગ્યની ટોપલીમાં ફૂલ-કંટકો,
ફાંટનું માપ જોઇને ધરે સમય.

ગોઠવી ચાલમાં શતરંજની શરત,
ઉંટ માફક અઢી ચાલે રમે સમય.

યુધ્ધના સાત કોઠા ભેદવા અહીં,
ક્યાં કદી કોઇને પૂરણ મળે સમય.

કેદ તું રેત-શીશીની રચે ભલે,
હાથતાળી દઇ છટકી જશે સમય.

‘કીર્તિ’નાં સ્મારકોથી ગીચ છે ધરા,
એક તોડી કબર બીજી ચણે સમય.

-કીર્તિકાન્ત પુરોહિત

11 Comments »

  1. કેદ તું રેત-શીશીની રચે ભલે,
    હાથતાળી દઇ છટકી જશે સમય.

    સુંદર …

  2. sapana said

    કેદ તું રેત-શીશીની રચે ભલે,
    હાથતાળી દઇ છટકી જશે સમય

    હા, સાવ સાચી વાત સમ્યનુન પતંગીયુ ક્યાઅરે હાથતાળિ આપી જાય કોને ખબર!!!
    સુંદર ગઝલ..
    સપના

  3. pragnaju said

    કેદ તું રેત-શીશીની રચે ભલે,
    હાથતાળી દઇ છટકી જશે સમય.

    ‘કીર્તિ’નાં સ્મારકોથી ગીચ છે ધરા,
    એક તોડી કબર બીજી ચણે સમય.

    સરસ ગઝલ..-વાસ્તવિક દર્શન
    યાદ આવી
    હવે તો એવી કબરમાં હું પોઢું
    ન પૃથ્વી બિછાવું , ન આકાશ ઓઢું
    ચોસલાથી શબ્દનાં ભીંતો ચણી.
    એક તત્સમ બારણું પ્રવેશનું.
    સાત ક્રિયાપદની બારી ઊઘડી …

  4. યુધ્ધના સાત કોઠા ભેદવા અહીં,
    ક્યાં કદી કોઇને પૂરણ મળે સમય.

    khubaj saras.

  5. kishoremodi said

    ઊંટ માફક અઢી ચાલે રમે સમય. નાની બેહરમાં સુંદર ગઝલ.

  6. સમયને કવિને આંખે જુદા જુદા પરિમાણમાં અનુભવવાની મઝા. છંદ પણ ગમ્યો – ગાલગાની ચાલમાં હળવું પરિવર્તન એક અલગ પઠન છટા/ડિક્શન રચે છે.

  7. preetam lakhlani said

    Very nice Gazal !!!!!!!!!! I liked all most all shers…..

  8. sudhir patel said

    Beautiful Gazal on ‘Samay’!
    I enjoyed almost all shers, but the below is the most!

    ભાગ્યની ટોપલીમાં ફૂલ-કંટકો,
    ફાંટનું માપ જોઇને ધરે સમય

    Sudhir Patel.

  9. કેદ તું રેત-શીશીની રચે ભલે,
    હાથતાળી દઇ છટકી જશે સમય…waah….
    સમય રદીફ પર લખાયેલી ગઝલ ખુબ જ ગમી. ત્રીજા શેરમાં શતરંજની રમતનો ઉલ્લેખ છે જેમાં મારી જાણ મુજબ ઊંટ આ રમતમાં ત્રાંસુ ચાલે ને ઘોડો અઢી પગલાની ચાલે ચાલે. કોઈ આ રમતના જાણકાર વધુ પ્રકાશ પડી શકે. માત્ર હકીકત દોષ નિવારવાનો જ ઉદ્દેશ છે. બાકી શેર શેરિયત મેળવે જ છે.

  10. ગૌરાંગ્ભાઇ સાચા છે.ઉંટના બદલે અશ્વ જોઇએ.એજ શેરમાં ઉંટ ની જગાએ અશ્વ વાંચી શેર સમજવો. આ માટે અગાઉ ધ્યાન દોરનાર મારા મિત્ર અશોકભાઇ જાની નો પણ અભારી છું.

  11. Pinki said

    કીર્તિ’નાં સ્મારકોથી ગીચ છે ધરા,
    એક તોડી કબર બીજી ચણે સમય.

    very nice makta !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment