હોરી-ગઝલ

પ્રગટ હો ક્રિષ્ન જબ ખેલન કો હોરી,
ભયે રાધા યહાઁ હર કોઈ છોરી !

ભીગે પૂરણ ભીતર હર એક ગોપી,
લલન પિચકારી દે ઝાઝી કે થોરી !

ચલે પહને નઈ ખુશ્બૂ ઝકોરેં,
રહી સઘરી ગલી-કુંજો ય ફોરી !

કરે કારી કોયલ જબ કૂક મીઠી,
વસંતો ડાર ડારે ગઈ મહોરી !

બજાવી બંસી છિપ જાયે નજર-સે,
કરે કાન્હા સભી પર શિરજોરી !

ઉડારે જબ છબીલો છોળ ‘સુધીર’,
સ્વયં ભીગું, ગઝલ ભી રહે ના કોરી !

-સુધીર પટેલ

11 Comments »

  1. sunil shah said

    મઝા પડી ગઈ….

  2. વિષયમાં આપણા પૂર્ણપુરષોત્તમ એવરગ્રીન હીરો લલન અને રચયિતા સન્મિત્ર સુધીરભાઇ –પછી પૂછવાનું શું હોય. ભઇ મઝો જ મઝો.ફરી આવ્યા યમુના કિનારે.

  3. pragnaju said

    બજાવી બંસી છિપ જાયે નજર-સે,
    કરે કાન્હા સભી પર શિરજોરી !

    ઉડારે જબ છબીલો છોળ ‘સુધીર’,
    સ્વયં ભીગું, ગઝલ ભી રહે ના કોરી !
    વાહ
    યાદ હોરી ગઝલ્
    ઉડે છોળ કેસરભરી સર સરર સર,
    ભીંજાતી ભીંજવતી ચિરંતન કિશોરી!

    સુભગ આપણો સ્વર બચ્ચો છે સલામત,
    ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ હોરી !

  4. બજાવી બંસી છિપ જાયે નજર-સે,
    કરે કાન્હા સભી પર શિરજોરી !

    સાધા કૃષ્ણ્ના ગીતોમા જે મજા ને પ્રેમ છે તે તો બીજા બધાય ઝાંખ પાડી દે બહુ સુંદર સુધિરભાઇની ગઝલ…

  5. kishoremodi said

    સરસ ગઝલ અાનંદ અાનંદ ભયો

  6. Ashok jani said

    Vraj Bhasha nu gujarati karan ek prayog tarike ullekhaniy….ane vishay pan evo j majano. Sundaar Prayog…!!!!

  7. રાકેશ ઠક્કર, Vapi said

    bahot khoob
    ચલે પહને નઈ ખુશ્બૂ ઝકોરેં,
    રહી સઘરી ગલી-કુંજો ય ફોરી !

  8. બજાવી બંસી છિપ જાયે નજર-સે,
    કરે કાન્હા સભી પર શિરજોરી !…..
    Enjoyed the Gazal, Sudhirbhai !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com

  9. sudhir patel said

    વ્રજ-ભાષાનો લ્હેકો ધરાવતી હોરી-ગઝલની પસંદગી બદલ પ્રવીણભાઈનો અને ઉમદા પ્રતિભાવ બદલ આપ સૌ ચાહકોનો હ્રદય-પૂર્વક આભાર!

    સુધીર પટેલ.

  10. Pinki said

    really really enjoyed lot !

    I’ve decided to put on WebMehfil :(
    will’ve to read again !!!

  11. બજાવી બંસી છિપ જાયે નજર-સે,
    કરે કાન્હા સભી પર શિરજોરી
    sundar abhivyakti…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment