ઘણીયે વાત બાકી છે પછી કરશું ફરી ક્યારેક
મજાનું મૌન છે, શબ્દોમાં ઓગળશું ફરી ક્યારેક…
બધાયે પાપ, પુણ્યોને મૂકીને મળ મને હમણાં,
જનમના લેખાંજોખાંને અનુસરશું ફરી ક્યારેક…
હજુ તો હમણાં આવેલું આંસુ છે ભલા માણસ,
ડૂમાનો તરજૂમો કરશું અને રડશું ફરી ક્યારેક…
નિરસ જીવનની આ લાંબી હકીકત આટલીક જ છે,
ઉતાવળમાં કહી દીધું તને મળશું ફરી ક્યારેક…
અવસ્થા સૌ પીડાના ટાંકણાની ભાત જેવી છે,
જરૂર પડશે તો એને પણ અનુભવશું ફરી ક્યારેક…
-અંકિત ત્રિવેદી
Kirtikant Purohit said
હજુ તો હમણાં આવેલું આંસુ છે ભલા માણસ,
ડૂમાનો તરજૂમો કરશું અને રડશું ફરી ક્યારેક…
નિરસ જીવનની આ લાંબી હકીકત આટલીક જ છે,
ઉતાવળમાં કહી દીધું તને મળશું ફરી ક્યારેક…
A good one from Ankitbhai.
pragnaju said
નિરસ જીવનની આ લાંબી હકીકત આટલીક જ છે,
ઉતાવળમાં કહી દીધું તને મળશું ફરી ક્યારેક…
અવસ્થા સૌ પીડાના ટાંકણાની ભાત જેવી છે,
જરૂર પડશે તો એને પણ અનુભવશું ફરી ક્યારેક…
ખૂબ મઝાનું
તમે સાચા છો એટલે જ હુ તમારી સાથે છુ
ખોટુ જરાપણ ના લગાડશો
જી મારા ભાઈ બાકીતો તમને બીજુ ગણુ કહેવુ છે
તે પછી કહીશ,જે ખરેખર સાંભરવા જેવુ છે
ફ રી ક્યા રે ક
Ashok jani said
હજુ તો હમણાં આવેલું આંસુ છે ભલા માણસ,
ડૂમાનો તરજૂમો કરશું અને રડશું ફરી ક્યારેક…
kharekhar dumo koi tarjumi shaktu hot to dumo bharava ni pal j na aavat, aapne sahu ej vyatha bhogavta hoie 6e k aapnu koi to aapna duma ne olkhe….!!!!!!
Pahela misra ma trija aavartan ma ek laghu khute 6e ??!!! k mane evu laage 6e. ???
kishoremodi said
ટાંકણાની ભાત જેવી સુંદર ગઝલ
sapana said
બધાયે પાપ, પુણ્યોને મૂકીને મળ મને હમણાં,
જનમના લેખાંજોખાંને અનુસરશું ફરી ક્યારેક…
ખુબ સર્રસ ગઝલ
સપના
Pinki said
kya baat hai … !!
really very very good from Ankit !!
Dilip Gajjar said
બધાયે પાપ, પુણ્યોને મૂકીને મળ મને હમણાં,
જનમના લેખાંજોખાંને અનુસરશું ફરી ક્યારેક…
Vey nice gazal Ankit.
Hello Pinki…