સુરતી-ગામઠી ભાષામાં કિશોરભાઈની એક તાજી ગઝલ:
એવી રીતે આ પળે અંઇ જીવવાનું છે,
નામ મગનું હો મરી જાં પાળવાનું છે.
હોળ પિછોળી પ્રમાણે તાણવાની છે,
પોતપોતાનું જ પોતે ફોળવાનું છે.
પાજી દુનિયાદારી વિસે હું કઉં તમને ?
કંઇ ને કંઇ દરરોજ પાછું ભૂલવાનું છે.
એક માણહ થેઇને રેવાનું અઘરું છે,
ધાર પર તલવારની નિત ચાલવાનું છે.
હેર મલતા હેકીને ખાવાનું છે કિસોર,
બ્હેર મઇલું તો તિયારે બાફવાનું છે.
-ડૉ. કિશોર મોદી
હો= પણ, હોળ=સોડ, પિછોળી=ચાદર, હું=શું, હેર=શેર,
હેકીને=શેકીને, મલતા=મળતા, બ્હેર=બશેર,
મઇલું=મળ્યું, તિયારે=ત્યારે.
Ashok jani said
Kishorbhai e ‘Surati locha’ jevo Jalso karaivo, bhai..!!!
pragnaju said
પાજી દુનિયાદારી વિસે હું કઉં તમને ?
કંઇ ને કંઇ દરરોજ પાછું ભૂલવાનું છે.
એક માણહ થેઇને રેવાનું અઘરું છે,
ધાર પર તલવારની નિત ચાલવાનું છે.
હુરટનાને ટો બો ગમે
હૂણ્યા હૂરતના સ્ટેશને ભગુભાઇને બડબડતા.
યેહ અપણા લોક આંખો મીચકે ગાડી મહીં ચડતા.
હવારે રોજ હમ પેપર મહીં ખબરો છીએં પઢતા,
કે ખાલીપીલી અપણા ભાઇ હે આપસમાં લડતા.
Kirtikant Purohit said
હેર મલતા હેકીને ખાવાનું છે કિસોર,
બ્હેર મઇલું તો તિયારે બાફવાનું છે.
સુરતિ ભાષાને મજેદાર ચિંતનમય બનાવી રચેલી વાસ્તવિક ગઝલ.
Arun Shah said
very nice !
fully enjoyed
dhrutimodi said
ભાષાની ગમ્મત સાથે તદ્દન વાસ્તવિક વાત રજુ કરી છે.અભિનન્દન.
sudhir patel said
Enjoyed another nice one Gazal in Surati folk language!
Congratulations, Kishorekaka!
Sudhir Patel.