રોમે રોમે જ્યોતિ

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી,
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી,
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું,
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી,
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી,
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી,
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ,
સાજન મારો સપના જોતો …

-મુકેશ જોશી

1 Comment »

  1. pragnaju said

    મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું,
    મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
    એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી,
    સાજન મારો સપના જોતો …

    રચના સરસ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment