ભૂલો પડયો

જેના પડછાયા વડે છાંયો પડયો,
પહેલા એના પર અહીં તડકો પડયો.

દીકરા સાચે જ તું મોટો થયો,
બાપનો આ મ્હેલ પણ નાનો પડયો ?

રૂપ તો સાબિત થશે, પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડયો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડયો.

પાંખ પીંખાઈ અને પીંછા ખર્યાં,
ક્યાં હવામાં એકપણ ગોબો પડયો ?

જળના શ્વાસોશ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હું ય છોભીલો પડયો

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

-ગૌરાંગ ઠાકર

8 Comments »

  1. Daxesh said

    શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
    ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

    વાહ… ખુબ સુંદર.

  2. નાવિન્યસભર કલ્પનોની સુંદર ગઝલ. અભિનંદન.

  3. sunil shah said

    ગૌરાંગભાઈના મુખે સાંભળેલી અને શ્રોતાઓની પ્રસંશા પામેલી સુંદર ગઝલ..

  4. સધ્ધર કલમની પરિપક્વતાનું વધુ એક નખશિખ જાજરમાન નજરાણું……….
    વાહ, ગૌરાંગભાઈ…..
    ઝિંદાબાદ રહો,આબાદ રહો……

  5. Ashok jani said

    Wah, baddha sher khub saras…navi j vato, aabhar gaurangbhai ane pravin bhai no pan, week end ma majo thai gayo….!!!!!

  6. Nice Gazal.

    શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
    ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

  7. sudhir patel said

    Enjoyed very nice Gazal!
    Sudhir Patel.

  8. જળના શ્વાસોશ્વાસ લાગી માછલી,
    જાળ નાંખી હું ય છોભીલો પડયો

    શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
    ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

    સરસ શેર છે. મઝા આવી ગઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment