કોઈ ભીતર લાંબી તો કોઈને ટૂંકી હોય છે,
એક ઈચ્છા સૌ મહીં એણે જ મૂકી હોય છે !
જાય ટૂટી પણ કદી ના ક્યાંય ઝૂકી હોય છે,
મોત સાથે બાથ લે એવી બળુકી હોય છે !
લાગણી ઝરમર થતાં કોળી ઉઠે છે એ ફરી,
ઝંખનાઓ જે બહુ તરસી ને સૂકી હોય છે !
માનશો નહિ પણ સળગતી એ રહે છે ભીતરે,
કો ધખારાએ સતત બસ એને ફૂંકી હોય છે !
કૈંક જન્મોનાં ઋણાનુબંધ હોવાના ‘સુધીર’,
બાદ ઈચ્છાઓ પરસ્પર બેઉ ઢૂંકી હોય છે !
-સુધીર પટેલ
Daxesh said
એક ઈચ્છા સૌ મહીં એણે જ મૂકી હોય છે ! …
બધા જ શેર સરસ …સુંદર ગઝલ …
રાકેશ ઠક્કર, Vapi said
બહુ જ સરસ ગઝલ.
જાય ટૂટી પણ કદી ના ક્યાંય ઝૂકી હોય છે,
મોત સાથે બાથ લે એવી બળુકી હોય છે !
આ બળુકી ગઝલ માટે અભિનંદન સુધીર અંકલને.
Ashok Jani said
જાય ટૂટી પણ કદી ના ક્યાંય ઝૂકી હોય છે,
મોત સાથે બાથ લે એવી બળુકી હોય છે !
લાગણી ઝરમર થતાં કોળી ઉઠે છે એ ફરી,
ઝંખનાઓ જે બહુ તરસી ને સૂકી હોય છે !
બધા જ શેર સુંદર, અભિનંદન….!!!!!
pragnaju said
આ મઝાની ગઝલ માટે તેમનાં જ શબ્દોમા કહીએ તો-’મોત સાથે બાથ લે એવી બળુકી હોય છે !’ આ શેરો વધુ ગમ્યા
લાગણી ઝરમર થતાં કોળી ઉઠે છે એ ફરી,
ઝંખનાઓ જે બહુ તરસી ને સૂકી હોય છે !
માનશો નહિ પણ સળગતી એ રહે છે ભીતરે,
કો ધખારાએ સતત બસ એને ફૂંકી હોય છે !
અનાયાસ અને આયાસની વચ્ચે જે પાતળી ભેદરેખા છે એ આવું કોઈ ગઝલ વાંચીએ ત્યારે સમજી શકાય છે. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય ભાસતા આ તમામ શેર જો ઝીણવટથી જોવામાં આવે તો કવિ શું ચીજ છે એ સમજવું આસાન થઈ પડે છે
manharmody said
nice gazal. all shers are impressive.
kishoremodi said
એક બળૂકી ગઝલ વાંચી અાનંદ થયો.અભિનન્દન
વિશ્વદીપ બારડ said
કૈંક જન્મોનાં ઋણાનુબંધ હોવાના ‘સુધીર’,
બાદ ઈચ્છાઓ પરસ્પર બેઉ ઢૂંકી હોય છે !
very nice.. keep it up.
Pancham Shukla said
Nice gazal.
Kirtikant Purohit said
માનશો નહિ પણ સળગતી એ રહે છે ભીતરે,
કો ધખારાએ સતત બસ એને ફૂંકી હોય છે !
સરસ કાફિયા અને તેને અદભૂત રીતે નિભાવ્યા પણ. વાહ!!!! વાહ!!!
sujata said
sabdo nu aavu dhiraan to koik j kari sake………….
Pinki said
I like the subject & title very much and even gazal, too !!
really it can be ‘Puran’ on our dreams & wishes !!!
Jyotindra said
સુધીરભાઈ,
તમો ફરીથી નવી સુંદર મસ્ત મજાની ગઝલ લઈને આવ્યા છો. અભિનંદન.
જ્યોતીન્દ્ર
ઈશ્ક પાલનપુરી said
સરસ ગઝલ! એમાંય એક જ વિષય પર !આ તો કમાલ છે શિર્ષક પણ સચોટ
સુધીર ભાઈ આ પ્રકારની ગઝલ ને મુસલસમ એવું જ કંઈક કહે છે ને?
માનશો નહિ પણ સળગતી એ રહે છે ભીતરે,
કો ધખારાએ સતત બસ એને ફૂંકી હોય છે !
આ શેર વિશેષ ગમ્યો
Dr. Chandravadan Mistry said
જાય ટૂટી પણ કદી ના ક્યાંય ઝૂકી હોય છે,
મોત સાથે બાથ લે એવી બળુકી હોય છે !…..
NICE GAZAL, Sudhirbhai ! Keep writing !
DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Narendra Jagtap said
જાય ટૂટી પણ કદી ના ક્યાંય ઝૂકી હોય છે,
મોત સાથે બાથ લે એવી બળુકી હોય છે
સુધીરભાઇ ઉપરનો શેર દમ દાર છે.. સરસ મઝાના કાફીયા …. અને મસ્ત મઝાની ગઝલ મને તો મજા પડી ગઇ… મારા બ્લોગ મા ડોકીયું કરવા બદલ આભાર
sudhir patel said
ઉમદા પ્રતિભાવ અને અમૂલ્ય સમય બદલ સૌ ગઝલ-ચાહકોનો અને પ્રવિણભાઈનો હૃદયપૂર્વક અભાર!
સુધીર પટેલ.
sudhir patel said
એક જ વિષય પરની આ પ્રકારની ગઝલને ‘મુસલસલ ગઝલ’ કહે છે.
ફરી સૌનો આભાર!
સુધીર પટેલ.