આપ્યું વચન પળાય, હવે શક્યતા નથી,
રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી.
ઘમ્મર વલોણું, ઘંટ-નિનાદો ભરી સવાર,
ઝીણું ઝીણું દળાય, હવે શક્યતા નથી.
માથું ઊંધું કરીને લટકતું રહ્યું છે મન,
સીધે સીધું ટળાય, હવે શક્યતા નથી.
બાવળ તણાં જ બીજની માંડી છે હાટડી,
ફૂલો- ફળો રળાય, હવે શક્યતા નથી.
મુરશિદ સહુ પ્રપંચ કરી એક થઈ ગયા,
સાચું કશું કળાય, હવે શક્યતા નથી.
જામી પડ્યા છે ‘સૂર’ અહીં મહેફિલો મહીં,
હિમાળે જઈ ગળાય, હવે શક્યતા નથી.
-સુરેશ પરમાર ‘સૂર’
Kirtikant Purohit said
વાસ્તવિકતાનું સુંદર નિરૂપણ.સરસ ગઝલ.
બાવળ તણાં જ બીજની માંડી છે હાટડી,
ફૂલો- ફળો રળાય, હવે શક્યતા નથી.
મુરશિદ સહુ પ્રપંચ કરી એક થઈ ગયા,
સાચું કશું કળાય, હવે શક્યતા નથી.
Dhrutimodi said
સરસ.
ડૉ.મહેશ રાવલ said
સુક્ષ્મભાવ અને એવી જ કાબેલ માવજતસભર આસ્વાદ્ય ગઝલ બની છે….
કવિશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન.
અશોક જાની 'આનંદ' said
અશક્યતાની સુંદર ગઝલ..
બધા જ શે’ર સરસ થયા છે, આ વિશેષ ગમ્યો..
મુરશિદ સહુ પ્રપંચ કરી એક થઈ ગયા,
સાચું કશું કળાય, હવે શક્યતા નથી.
Sudhir Patel said
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Satish Kalaiya said
Ghazalni mahefilma `soor` na hoi taw pachi mahefilni maza naj hoi ne ?