સંગમ થાય છે

એટલે તો ટેરવું કંકાવટીમાં ન્હાય છે,
સ્વપ્ન,શ્રદ્ધા,લાગણીનો ત્યાં જ સંગમ થાય છે.

આપણું આ કેસરી-લીલાપણું સાચું નથી,
જો હટાવી લ્યો પ્રિઝમ તો શ્વેત સૌ દેખાય છે.

પ્રશ્ન અંતરનો નથી બસ યોગ્ય સાધન જોઇએ,
મોરના પીછાં વડે ગોકુળિયે પહોંચાય છે.

ટેવ ક્યાં છે કે તપાસે આદમી એનો સ્વભાવ,
એ હવાની જેમ નહિતર ચોતરફ ફેલાય છે.

હાથની આડસ કરી લે તો બધું સચવાય, દોસ્ત !
ઘરમાં દીવો, ખુલ્લી બારી ને પવન ફૂંકાય છે.

-હેમાંગ જોશી

7 Comments »

  1. એટલે તો ટેરવું કંકાવટીમાં ન્હાય છે,
    સ્વપ્ન,શ્રદ્ધા,લાગણીનો ત્યાં જ સંગમ થાય છે.

    ખૂબ સુંદર..!!

  2. હાથની આડસ કરી લે તો બધું સચવાય, દોસ્ત !
    ઘરમાં દીવો, ખુલ્લી બારી ને પવન ફૂંકાય છે.

    વાહ … આખી ગઝલ મજાની થઈ છે.

  3. ખુબ જાણીતા રદીફ, કાફિયા અને છંદમાં નવી અભિવ્યક્તિ આવરી લેતી સુંદર ગઝલ….
    આપણું આ કેસરી-લીલાપણું સાચું નથી,
    જો હટાવી લ્યો પ્રિઝમ તો શ્વેત સૌ દેખાય છે.
    ટેવ ક્યાં છે કે તપાસે આદમી એનો સ્વભાવ,
    એ હવાની જેમ નહિતર ચોતરફ ફેલાય છે.

    વાહ..કવિ,

  4. Dhrutimodi said

    સાદ્યંત સુંદર ગઝલ. દરેક શેર માણવા લાયક છે.

  5. saras rachna,
    haathni aadasha ane tervu kankavati ma nhay chhe. ekdam alag ane sundar vaat.

  6. Sudhir Patel said

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  7. Satish Kalaiya said

    Joshibhai,
    Ghazal ni chelli linema ` gharma divo ne chahere ojas felay che !` evu na lakhi shakay ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.