આભાસનો સુમાર કંઇ જોવો નથી,
અજવાસનો સુમાર કંઇ જોવો નથી.
એમ જ નજર પૂગે ત્યાં લગ જોવાનું પણ,
આકાશનો સુમાર કંઇ જોવો નથી.
ચિંઘાડ વર્તમાનની હાથીની હોય,
ઇતિહાસનો સુમાર કંઇ જોવો નથી.
સાલસપણું સુલભ છે જીવનમાં પછી,
પરિહાસનો સુમાર કંઇ જોવો નથી.
કિશોર નિસ્પૃહીપણામાં રાજી છે,
સારાંશનો સુમાર કંઇ જોવો નથી.
-ડૉ. કિશોર મોદી
Sudhir Patel said
નવીન રદીફ સાથેની સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Satish Kalaiya said
jo Kishor nispruhima pan raji hoi taw hu pan eni ghazal wanchine raji thayo chu !
MANHAR MODY said
લાંબા રદીફ વાળી ટુંકી બહેરની મસ્ત ગઝલ ! સુરેશભાઈ, ઘણા સમયે આપની ગઝલ માણવાનો લાભ મળ્યો. આભાર, પ્રવીણભાઈ અને આસ્વાદનો.
Kirtikant Purohit said
સાલસપણું સુલભ છે જીવનમાં પછી,
પરિહાસનો સુમાર કંઇ જોવો નથી.
Very nice.
Dhrutimodi said
સુંદર ગઝલ.
સાલસપણું સુલભ છે જીવનમાં પછી,
પરિહાસનો સુમાર કંઇ જોવો નથી.
કિશોર નિસ્પૃહીપણામાં રાજી છે,
સારાંશનો સુમાર કંઇ જોવો નથી.
ગઝલકારની જીવન પ્રત્યેની અદ્ભુત ફીલોસોફી છે જે એમની ઘણી ખરી ગઝલોમાં જોવા મળે છે. વળી રદ્ીફની નવીનતા પણ ધ્યાન ખેંચે છે.
દક્ષેશ કોન્ટ્રાકટર said
સાલસપણું સુલભ છે જીવનમાં પછી,
પરિહાસનો સુમાર કંઇ જોવો નથી.
સરસ ,,