ફરી આંખો સજલ થઇ છે,
કલમ મારી ગઝલ થઇ છે.
પહાડો ચૂમતી આવે,
નદી ચંચલ ચપલ થઇ છે.
વરસતી ચાંદની વચ્ચે,
ધરા ઉજળી ધવલ થઇ છે.
સમયની રમ્ય ધારા પર,
જીવન નૈયા તરલ થઇ છે.
દુઆ સૌની ફળી આજે,
બધી વાતો સરલ થઇ છે.
ધરમ મારો ફકત અક્ષર,
શબદ મારી મજલ થઇ છે.
સતત મનને જગાડે એ,
વિચારોની ફસલ થઇ છે.
-પ્રવિણ શાહ
Daxesh Contractor said
ફરી આંખો સજલ થઇ છે,
કલમ મારી ગઝલ થઇ છે.
ખુબ સરસ મત્લા પ્રવીણભાઈ … લગે રહો.
ડૉ.મહેશ રાવલ said
સરસ ગઝલ,પ્રવીણભાઇ….
સમયની રમ્ય ધારા પર,
જીવન નૈયા તરલ થઇ છે.
-આ સરસ વાત.
sapana said
wahh સરસ ગઝલ…
દુઆ સૌની ફળી આજે,
બધી વાતો સરલ થઇ છે.
એકદમ સરલ ગઝલ થૈ છે ..સરસ
sunilshah said
ધરમ મારો ફકત અક્ષર,
શબદ મારી મજલ થઇ છે.
વાહ….!
અશોક જાની 'આનંદ' said
ટુંકી બહેર અને સરળ શબ્દોમાં સુંદર ગઝલ્..!
Kirtikant Purohit said
સમયની રમ્ય ધારા પર,
જીવન નૈયા તરલ થઇ છે.
નયનરમ્ય પ્રકૃતિદર્શન સાથે ગઝલ તમારી સરસ થઇ છે.
Rakesh Thakkar said
ટુંકી બહેરની સરળ સુંદર ગઝલ
ધરમ મારો ફકત અક્ષર,
શબદ મારી મજલ થઇ છે.
જૈમિન ઠક્કર 'પથિક' said
વાહ સુંદર ગઝલ ટૂંકી બહેરમાં
narendrajagtap said
લગાગાગા ના માત્ર બેજ આવર્તન માં સરસ ટૂંકી બહેર ,,,,આપે પૂર્ણ ભાવપૂર્ણ ગઝલ આપી …. ફેંટાસ્ટિક … મઝા આવી… ઘણા વખત પછી સરસ ગઝલ માણવા મળી……
pragnaju said
આટલી મઝાની ગઝલ
દુઆ સૌની ફળી આજે,
બધી વાતો સરલ થઇ છે.
સુંદર
તમારી ગઝલો માટે સહજ દુઆ …
સુબહાનલ્લજી સખ્ખર લના હાજા વમા કુન્ના લહુ
મુકરેનિન વ ઇન્ના ઇલા રબ્બેના મુનકલેબૂન..
ધરમ મારો ફકત અક્ષર,
શબદ મારી મજલ થઇ છે.
વાહ
યાદ આવે
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચડતું ઘેન.
kishoremodi said
સરલ બાનીમાં સુંદર ગઝલ
himanshupatel555 said
નાના છંદ બંધારણમાં લખાયેલી સરસ ગઝલ.
Dhrutimodi said
ટૂંકી બહેરમાં સરસ ગઝલ.
ધરમ મારો ફક્ત અક્ષર,
શબદ મારી મજલ થઇ છે.
ગમી ગયેલો શે’ર.
Sudhir Patel said
Wonderful Gazal!
Enjoyed all Sher of Gazal!
Sudhir Patel
Lajja vaidya said
Wonderful….
દિલીપ મોદી said
ટૂંકી બહેરમાં રચાયેલી સ-રસ ગઝલ ગમી ગઈ. કાફિયાઓનો પણ સુંદર વિનિયોગ ધ્યાન ખેંચે છે. દરેક શે’ર અર્થસભર બન્યા છે. ધન્યવાદ…
devikadhruva said
એકદમ મઝાની ગઝલ…