About….

થોડું મારા વિશે અને થોડું આ બ્લોગ વિશે !

 

વહાલા મિત્રો..

 

મારું નામ પ્રવિણ શાહ, હું વડોદરા મુકામે વસવાટ કરું છું. નાનપણથી જ મારા ઓછાબોલા, શાંત અને થોડા ઘણા આળસુ સ્વભાવે મને પુસ્તકો વાંચતો કર્યો. કાળક્રમે, પદ્ય મારો પ્રિય વિષય રહ્યો. થોડું ઘણું લખ્યું પણ ખરું. એ પછી તો ઘણો સમય પસાર થઈ ગયો, ફરી લખવાનું બન્યું નથી. પરંતું મૂળથી હું સાહિત્યપ્રેમી રહ્યો, એટલે કૉમ્પ્યુટરનું માઉસ હાથમાં આવતાં ગુજરાતી વેબ જગતમાં ફરતો થયો. અહીં કવિતાપ્રેમ ફરી આગળ આવ્યો. ગુજરાતી બ્લોગ્સ જેવા કે ટહુકો’, લયસ્તરો’, ગુજરાતીકવિતા, રીડગુજરાતી વગેરે મને ખૂબ ગમ્યા, તેમાંથી પ્રેરણા લઈને આજે 14 જુલાઈ, 2008ના રોજ આ બ્લોગની શરૂઆત કરું છું.

 

ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ આ૫ સૌની સમક્ષ નમ્ર ભાવે રજુ કરું છું.  આ બ્લોગ દ્વારા હું આપ સૌ ને ગુજરાતી સાહિત્યના માનવંતા કવિઓની કવિતા, ગઝલ, મુક્તકો  વગેરે અનેકવિધ રચનાઓનું રસપાન કરાવવા ઈચ્છું છું.

 

આશા છે આપ સૌને આ બ્લોગ પસંદ પડશે.

આપના અભિપ્રાય, સલાહ તથા સૂચન આવકાર્ય છે.

 

આભાર સાથે,

 

પ્રવિણ શાહ

 

ખાસ નોંધ:

આ બ્લોગનો હેતુ ફક્ત કવિતાપ્રેમ છે, નહીં કે કોઈ અંગત સ્વાર્થ.

આ બ્લોગ ઉપર રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે, જો કોઈને પણ તેનો ભંગ થતો લાગે તો મને જણાવવા વિનંતિ, સત્વરે તે કૃતિ દૂર કરવામાં આવશે.

 

સંપર્ક:  pravin91@ymail.com

 

પ્રવિણ શાહ

 

Pl. read my profile on : :

http://gujaratibloggers.com/blog/2008/10/gujarati-blogger45-pravin-shah/ 

10 Comments »

  1. wahgujarat said

    કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ વાહ્ગુજરાત.કોમ નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  2. બ્લોગની શરૂઆત ..
    Your work Will shine with your love for Gujarat and Gujarati.
    Best of luck.

    Rajendra Trivedi

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  3. Dear Pravinbhai…Read the post today ….also nice to know you better by reading about you. PLEASE do visit my Site CHANDRAPUKAR & your comments mean a lot to me.
    http://www.chandrapukar.wordpress.com

  4. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  5. Very nice simple with high thinking blog. enjoyed gazal…aansu gangajal thaya.

  6. arvindadalja said

    આપના ગુજરાતી ભાષાના પ્રેમ માટે અભિનંદન્ હું પણ નિવૃત બેંક મેનેજર છું અને નાનપણથી જ વાંચવાનો શોખ હોય ખૂબ જ વાંચુ છું અને વિચારું પણ છું. વર્ડપ્રેસે ગુજરાતી બ્લોગ શરુ કરી ગુજરાતીઓ માટે આ સુંદર વ્યવસ્થા કરી છે તેનો લાભ લઈ મે પણ મારો બ્લોગ બનાવ્યો છે અને જુદા જુદા વિષયો ઉપર મારા વિચારો અવારનવાર મૂકુ છું. આપને મારાં બ્લોગની મુલાકાત લેવા વિનંતિ છે અને આપના પ્રતિભાવની અપેક્ષા કરતો રહીશ્ ફરીને એક વાર અભિનંદન્

    આપનો

    અરવિંદ

    મારા બ્લોગની link http./www/arvindadalja.wordpress.com

  7. પ્રવિણ શાહ,

    WE will put your poem Sant in the Tulsidal.
    Keep bloging,
    surfers need blogers,
    like Marutinandan needs Rama on the rock to cross to Lanka!

    Rajendra Trivedi
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  8. sapana said

    Pravinbhai.
    thanks visiting my blog and give me feedback.I have started learning Chand.Pls feel free to give me any suggestion.
    Sapana

  9. આપની કવિતા ,પસન્દગીની રચનાઓ ખુબ ગમી.,આપનો બ્લોગ ગમે છે . મારા બ્લોગની મુલાકાત લેવા વિંનતી. .

    http://palji.wordpress.com

  10. નમસ્તે,
    આપને મારા કાવ્યો વાંચવા ઇજન.રચનાઓ ગમે તો પ્રતિભાવ આપજો.મારો બ્લોગ – http://www.agravatvimal.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment