સૂરજના સપનને

આ ચાંદની આંખે જુઓ સૂરજના સપનને,
આકાશની લીલામાં તો શામેલ છે બન્ને.

પામરને તમે આપી છે આ કેવી બુલંદી,
ઊંચેથી મને પટકો ને સોંપી દો પતનને.

ફૂલોને જો હસવાનો અધિકાર નથી તો,
સળગાવી દો તમે મિત્રો એવા ચમનને.

એ શક્ય નથી એટલે આવ્યો છું વતનમાં,
નહિતર હું સાથે જ લઈ જાત વતનને.

બંધનથી રહી દૂર એ વિસ્તરતું રહ્યું છે,
સીમાંઓમાં બાંધી ન શક્યું કોઈ ગગનને.

છોડ્યું છે સુરાલય છતાં ઝરમરમાં તો આદમ,
તરસું છું હજી પ્યાસને,  પ્યાલાને, પવનને.

આદમને ખબર આખરી સર્જન છે એ તેથી,
રંગીન લિબાસોને તજી, લીધું કફનને.

શેખાદમ આબુવાલા

Author: Pravin Shah

I am a retired person. I have passion for kavita and tea.

7 thoughts on “સૂરજના સપનને”

  1. ખુબ સુંદર ગઝલ … બધા જ શેર દમદાર એટલે કોઈ એક ટાંકવો નથી.
    આ ગઝલની પસંદગી માટે પ્રવીણભાઈને ધન્યવાદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s