મજાનો ખેલ

દરિયા કાંઠે આગ બિછાવી ખેલ મજાનો ખેલું,
મનની મુંઝવણ એમ કરી હું દૂર જરા હડસેલું.

મન મુંઝાતું, દિલ ગભરાતું, કેમ પહોંચવું ગામે ?
મુંઝવણ મારી ઠાલવું જઇને હું કોને સરનામે ?
મારી હોડીના આ શઢને ક્યાં જઇને સંકેલું…
દરિયા કાંઠે…

મન ઘડીમાં ફૂંકે રણની રાગિણી રેતાળ,
બીજી ઘડીએ શ્રાવણ વરસે વાદળ થઇ વાચાળ,
કાયમ અવઢવમાં અટવાતું મન આ કેવું ઘેલું…
દરિયા કાંઠે…

અવઢવના અણધાર્યા વાદળ ઘડી ઘડી ચઢી આવે,
સંજોગો જીવનને કાયમ દો રાહા પર લાવે,
કોને પાસે બોલાવું ને કોને આઘો ઠેલું…
દરિયા કાંઠે…

નટ નથી હું તો પણ મારે ખેલ ખેલવા પડતા,
જન્મ-મરણના ખેલથી છૂટવા કોઇ ન રસ્તા જડતા,
મોક્ષ પામવા બસ હવે કાશી જઇ કરવત મેલું…
દરિયા કાંઠે…

અશોક જાની ‘આનંદ’

Advertisements

9 thoughts on “મજાનો ખેલ

 1. saras geet. dariyana laybaddh moja ni jem laheratu jatu geet. maza aavi.

  મન મુંઝાતું, દિલ ગભરાતું, કેમ પહોંચવું ગામે ?
  મુંઝવણ મારી ઠાલવું જઇને હું કોને સરનામે ?
  મારી હોડીના આ શઢને ક્યાં જઇને સંકેલું…
  દરિયા કાંઠે…

 2. AVADHAV…..

  Nat nathi hun to pan mare khtl khelva padata…….

  AVADHAV….

  Sundar…man ni mujhavan…

  Amrut(Suman)Hazari.

 3. અવઢવના અણધાર્યા વાદળ ઘડી ઘડી ચઢી આવે,
  સંજોગો જીવનને કાયમ દો રાહા પર લાવે,
  કોને પાસે બોલાવું ને કોને આઘો ઠેલું…
  દરિયા કાંઠે…
  ખૂબ સરસ
  યાદ આવે

  સાગર હોય ભલે ને ખારો.
  થાય મધુર મધુથી જો એક જ દ્રષ્ટિ કૃપાની ઢાળો …
  ઊઠો આ રાતને પણ પ્રાતને પાઁસે લઈ જઈએ.
  પ્રતીક્ષા ક્યાઁ સુધી કરવી કે સુર્યોદય થવાનોછે.

 4. અભિનંદન અશોકભાઇ, ખરેખર ખૂબ જ સુંદર ગીત.
  અા સંસાર એક દરિયો છે, તેમાંથી પાર ઉતરવા ઘણાં ખેલ ખૈલવા પડે છે, ઘણી વાર મન મૂઝાય છે, તો કોઇ વાર સરળતાથી કોઇ રસ્તો ય મળી જાય છે.પણ જીવનનું અંતિમ ધ્યેય ઇશ્વર પ્રાપ્તિ કે મોક્ષ મેળવવા શું કરવું? સુંદર મૂંઝવણ અને તે દ્વારા જોવા મળતી અાત્માની સુંદરતા…….

 5. મન મુંઝાતું, દિલ ગભરાતું, કેમ પહોંચવું ગામે ?
  મુંઝવણ મારી ઠાલવું જઇને હું કોને સરનામે ?
  મારી હોડીના આ શઢને ક્યાં જઇને સંકેલું…
  દરિયા કાંઠે…

  અવઢવ પણ મજાનો ખેલ કાવ્યમાં બની શકે તે અશોકભાઇ પુરવાર કરવામાં સફળ રહ્યા છે.અભિનન્દન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s