છંદ- ૧૧ અનુષ્ટુપ

અનુષ્ટુપ છંદ 32 અક્ષરનો અક્ષરમેળ છંદ છે.

આ છંદમાં આઠ અક્ષરના ચાર ચરણ હોય છે. બે ચરણ એક પંક્તિમાં લખાય છે.
આમ બે પંક્તિમાં કુલ 32 અક્ષરનો મેળ થાય છે.

દરેક ચરણમાં પહેલા ચાર અક્ષર ગમે તે એટલે કે લઘુ કે ગુરુ હોઈ શકે.

પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ નિશ્ચિત અને છઠ્ઠો, સાતમો
અને આઠમો અક્ષર સામાન્ય રીતે ગુરુ હોય છે.

બીજા અને ચોથા ચરણમાં પાંચમો અને સાતમો અક્ષર લઘુ નિશ્ચિત અને
છઠ્ઠો ને આઠમો અક્ષર સામાન્ય રીતે ગુરુ હોય છે.

આ છંદમાં એક ગુરુને સ્થાને બે લઘુ લઇ શકાય નહીં.
કારણ કે એમ કરવાથી અક્ષરનો મેળ તૂટે છે.

જેમ કે…
સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો મે;
ઝંખતી કાવ્યને સત્યે, સૃષ્ટિ આ આને મે.

*અહીં બોલ્ડ લેટર લઘુ અક્ષર દર્શાવે છે.

ઉદાહરણ

સોટી ને શિક્ષકો કેરા, શાળા માંહે સમાગમે;
વિદ્યા ને વેદના બે મેં, એક સાથે જ મેળવ્યા.
***
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી.
***
વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરી;
અહો ! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દીસે !

ક્રમશઃ

Advertisements

10 thoughts on “છંદ- ૧૧ અનુષ્ટુપ

 1. દરેક ચરણમાં ૮ અક્ષરવાળો, ચાર ચરણનો, ગાયત્રીના ૨૪ છંદ માંહેનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક પદમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો તથા આઠમો ગુરુ હોય. સાતમો અક્ષર પહેલા અને ત્રીજા પદમાં ગુરુ હોય અને બીજા તથા ચોથા ચરણમાં લઘુ આવે. વેદમાં એ છંદનાં ત્રણ ચરણ ૮, ૧૨, ૧૨ અક્ષરના નિયમવાળાં કહેલ છે. આ છંદના ૨૫૬ ભેદ થઈ શકે. વેદ પ્રમાણે તેના આર્ષા, દેવી, આસુરી, પ્રાજાપત્ય, યાજુષી, સામ્ની, આર્ચી અને બ્રાહ્મી એવા ૮ પ્રકાર છે. છંદ પ્રભાકર પ્રમાણે, માણવકીડા, પ્રમાણિકા, લક્ષ્મી, વિપુલા, ગજગનિ, વિદ્યુન્માલા, મલ્લિકા, તુંગ, પદ્મ, વિતાન, રામા, નરાચિકા, ચિત્રપદા, અને શ્લોક એ અનુષ્ટુપ છંદ છે. આ છંદ બ્રહ્મદેવના સ્નાયુમાંથી નીકળેલો મનાય છે. કેટલાક તેને સોમમાંથી ઉત્પન્ન થયેલો માને છે. સંસ્કૃતમાં લાંબાં કાવ્ય રચવામાં આ છંદ ખૂબ વપરાયો છે.

  http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%81%E0%AA%AA*/

 2. Wow,you took me back to my high school days………My memory came back to this Chhand!

  રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
  નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી

 3. કવિશ્રી દલપતરામની અનુષ્ટુપની જણીતી પંક્તિ નીચે ઉતારું છું…….

  છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમો,
  દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય .

  અા પંક્તિઅો ફાર્બસને ઉદે્શીને લખી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s