છંદ- ૧૩ મુતદારિક બહર

મુતદારિક બહર – ગાલગા

અખંડ છંદ- છંદ કે બહરમાં એક જ પ્રકારના ગણ કે સ્તંભના બે, ત્રણ કે વધુ આવર્તન
પ્રયોજાય છે ત્યારે તે અખંડ છંદ બને છે. મુતદારિક એક અખંડ બહર કે છંદ છે.
આ બહરનો ગણ છે ગાલગા અને તેની ૫ માત્રા છે. તે બે, ત્રણ કે વધુ આવર્તનમાં પ્રયોજાય છે.

>ગાલગા નું એક આવર્તન- ૫ માત્રા જેમ કે

બોલવું,
પાળવું.
*
યુદ્ધને,
ટાળવું.
*
યાદમાં,
રાચવું.

-પ્રવિણ શાહ

>ગાલગા ના બે આવર્તન- ૧૦ માત્રા જેમ કે

સૂર સાતે મળે,
ગા તું મન મોકળે.
*
જઇ નિરાંતે ફરું,
પળ વિનાના સ્થળે.
*
પ્રેમની હૂંફ દઇ,
મન હર્યાં શામળે.

-પ્રવિણ શાહ

>ગાલગા ના ત્રણ આવર્તન- ૧૫ માત્રા જેમ કે

ક્ષણ મજાની ઘણી હોય છે,
ક્યાં કદી આપણી હોય છે ?
*
વાત સોંસરવી કૈં નીકળે,
શબ્દને પણ અણી હોય છે!

-સુધીર પટેલ
*
બહુ ગણતરી ગણી રાખશે
શક્ય ભીંતો ચણી રાખશે.

-પ્રવિણ શાહ

>ગાલગા ના ચાર આવર્તન- ૨૦ માત્રા જેમ કે

આવજો વાત સૌ પાછલી અવગણી,
આજની આ ઘડી છે રળિયામણી !
*
ખૂશ્બુ લૈ ને હવા ચાલશે કઈ તરફ ?
શું ખબર આ ઘટા ચાલશે કઈ તરફ ?
*
બુંદ ઝાકળનું કે આંસુનું હો ‘સુધીર’,
રેશમી ઢાળથી શું વધુ જોઈએ ?

-સુધીર પટેલ

કવિ-મિત્રો તથા ભાવક-મિત્રો પ્રસ્તુત છંદના વધુ ઉદાહરણો કોમેન્ટ વિભાગમાં આપશે
તો આનંદ થશે.

ક્રમશ:

Advertisements

11 thoughts on “છંદ- ૧૩ મુતદારિક બહર

 1. એંજીનીયરીંગ ભણ્યો હોઇ ગુજરાતી છંદોનું ખાસ જ્ઞાન નથી પણ કદાચ ઝૂલણા પ્ણ એ જ છે.

 2. ઝૂલણામાં અક્ષર સંખ્યા ૧૯ છે લલગા લગા લલગા લગા લલગા લગા લલગા લ પ્રમાણે બંધારણ છે
  જ્યારે વિમોહા : ગાલગા ગાલગા અક્ષરસંખ્યા ૬
  મહાલક્ષ્મી : ગાલગા ગાલગા ગાલગા અક્ષરસંખ્યા ૯
  સ્ત્રગ્વિણી : ગાલગા ગાલગા ગાલગા ગાલગા અક્ષરસંખ્યા ૧૨
  અામ ઉપરોક્ત ત્રણ છંદો મુતદારિકને મળતા અાવે એમ કહી શકાય.

 3. સુંદર માહિતી બદલ આભાર, પ્રવિણભાઈ.

  એક તાજી ગઝલ ‘ગાલગા’ના એક આવર્તન સાથેઃ

  પ્યાસ છે
  આશ છે

  આવ-જા
  શ્વાસ છે

  ખુશ્બૂ કૈં
  ખાસ છે

  ક્યાંક એ
  પાસ છે

  ઉરમાં
  રાસ છે

  સત્ય, ના
  ભાસ છે

  રૂબરૂ
  દાસ છે!

  – સુધીર પટેલ.

 4. મુત્કારીક છંદ
  જેનું બંધારણ છે લગાગા લગાગા લગાગા લગાગા
  મનહર મોદીની એક ગઝલને માણતા શીખવ્યું કે
  કરે છે હજી કે મ ‘હોંચી’ ગધાડુ?
  લગાગા લગાગા લગાગા લગાગા
  મેં અક્ષર* ભર્યા છે , હું ખેંચુ છુ ગાડું.
  લગાગા લગાગા લગાગા લગાગા
  ડો રઇશ
  જુદી જિંદગી છે મિજાજે મિજાજે
  જુદી બંદગી છે નમાજે નમાજે
  હિંમત શાહ
  નજર ફેરવો ના અમારી નજરથી
  તમારી નજરતો અમારી મતા છે

 5. Wah ! it`s an excellent grammetical information about `Chand` is appriciable. Thanks & regards to Shri Pravin Shah, Sudhir Patel,Kishore Modi & Pragnaju.& to all Poets & readers.

 6. પ્રજ્ઞાજુએ મુતકારિબ છંદ લગાગાના ચાર અાવર્તનવાળાનું ઉદાહરણ અાપ્યું તેને મળતો પિંગળમાં છંદ છે તેનું નામ તોટક છે અક્ષરસંખ્યા ૧૨ બંધારણ છે લગાગા લગાગા લગાગા લગાગા.મુતકારિબ માટે
  પતીલની રચનાનું ઉદાહરણ ઉતારું છું.
  નહિં અાશના અાશનાથી જુદો છે,
  ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s