વહી શકે છે

કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે,
જો હવામાં તીર પાછું જઈ શકે છે.

તું શું જાણે રેતના ઘરનો મહિમા,
એક મોજું એક ક્ષણ તો રહી શકે છે.

હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું,
આ નદીનો અર્થ કેવો વહી શકે છે.

કાળજું કંપે નહિ જો વૃક્ષનું તો,
તું ખરેલું એક પીંછું લઈ શકે છે.

જ્યાં લગી આ મીણબત્તી હો સળગતી,
તુંય તારી આપવીતી કહી શકે છે…

સુરેન્દ્ર કડિયા

Advertisements

7 thoughts on “વહી શકે છે

 1. સરસ ભાવવાહી ગઝલ….
  હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું,
  આ નદીનો અર્થ કેવો વહી શકે છે.
  -આ શેરનો મર્મ બહુજ અર્થસભર રહ્યો…..-અભિનંદન.

 2. સરસ ગઝલ
  તું શું જાણે રેતના ઘરનો મહિમા,
  એક મોજું એક ક્ષણ તો રહી શકે છે.
  વાહ

 3. લાગણીને એક બંધન તરીકે આપણે સ્વીકાર્યું છે જ. પ્રેમ-બંધનના તો ઇતિહાસો રચાય ગયા. જ્યાં બંધન હોય ત્યાં ગતિને બ્રેક લાગે એ સ્વભાવીક છે. લાગણી તમારી પ્રગતિની ગતિને બ્રેક મારી શકે છે. કુટુંબની લાગણી તમારી કેરીયરમાં બ્રેક મારી શકે છે. આંખની ઓળખાણ તમને કાયદાઓમાં બંધછોડ કરવા મજબુર કરે. સંબંધોમાં અપાયેલી નોકરી નબળું કામ ચલાવી લેવા મજબુર કરે છે. આ બધાની ગંગોત્રી શોધો તો લાગણી સુધી પહોંચે છે. પરદેશમાં લાગણીનું તત્વ શોધવા જવું પડે છે, જો કે પરદેશી મિત્રો એમાં વધુ પ્રકાશ પાડી શકે. ત્યાં વિવેક છે પણ આપણે જેને લાગણી – આંખની શરમ તરીકે ઓળખીએ છીએ તેનો અભાવ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s