વ્યથા અધૂરી છે

એવું સ્હેજ પણ છે નહિ, વારતા અધૂરી છે,
તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે.

જેમને ન સમજાઈ લાગણી કદી મારી,
એમની કદાચિત આ પાત્રતા અધૂરી છે.

રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે..?
એમની કશે ને ક્યાં, બસ દુઆ અધૂરી છે…!

સાંજ, એટલું જોજે કે બધાજ ઉઘડે રંગ,
આજ છો ને કોઈ કહે કે ઉષા અધૂરી છે..!

જે દિવસ તમે આવ્યા, એ દિવસ ફરી આવે,
આ હૃદયને લાગે છે, સાંત્વના અધૂરી છે.

રંગ હાથમાં ઉઘડ્યા, તોય ક્યાં મઝા આવી..?
લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે.

-સુનીલ શાહ

Advertisements

7 thoughts on “વ્યથા અધૂરી છે

  1. મઝાની ગઝલનો ,મસ્ત મક્તા
    રંગ હાથમાં ઉઘડ્યા, તોય ક્યાં મઝા આવી..?
    લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે

    યાદ

    બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે*
    એકલો છું હું આજે ને સભા અધૂરી છે

    મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
    ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

    ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
    ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે

  2. ‘અધૂરી છે’ જેવા અઘરી રદિફનો સુપેરે વિનિયોગ..!!
    સુંદર ગઝલ……..

  3. સાંજ અને સંધ્યા સાંભળ્યું’તું પણ સાંજ અને ઉષા ! કવિને કશું અનભિજ્ઞ અપેક્ષિત છે.?
    બાકી સરસ.

    • હું માનું છું કે કવિને અભિપ્રેત છે કે આજની સવાર (ઉષા) અધૂરી એટલે કે
      રંગ વિનાની ગુજરી છે પણ સંધ્યા રંગોથી ભરપૂર રાખજે… જો કે વધુ પ્રકાશ
      તો કવિ જ પાડી શકે..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s