મોગરાનો હાર

સારાપણાનો સાર છે આ જિન્દગી,
ને મોગરાનો હાર છે આ જિન્દગી.

તું તો કહે છે કે હળાહળ ઝેર, પણ
હું તો કહું રસધાર છે આ જિન્દગી.

ના ભાંડ ગાળો તું હવે ભગવાનને,
એનો જ તો આભાર છે આ જિન્દગી.

અવસર સમજ પ્રત્યેક પળ ને જો પછી,
આનંદ અપરંપાર છે આ જિન્દગી.

મન તરબતર થઇ જાય છે એક છોડથી,
એવા ચમન હજ્જાર છે આ જિન્દગી.

રતિલાલ સોલંકી

5 thoughts on “મોગરાનો હાર

  1. અશ0ક જાની 'આનંદ'

    તું તો કહે છે કે હળાહળ ઝેર, પણ
    હું તો કહું રસધાર છે આ જિન્દગી….બધો ફરક જોવામાં જ છે.. સુંદર ગઝલ,,,

    Reply

Leave a comment