અર્થ શું ?

જાત સાથે છળ કરીને અર્થ શું ?
હાથમાં મૃગજળ ભરીને અર્થ શું ?

ફક્ત સુંદરતા સુગંધાશે નહીં,
ફુલ કાગળના ધરીને અર્થ શું ?

એ નર્યો પાષાણ છે ઇશ્વર નથી,
એની પાસે કરગરીને અર્થ શું ?

ઇવ આદમની કથા જણ્યા પછી,
સ્વર્ગની ઇચ્છા કરીને અર્થ શું ?

હો ન જીવનનો વિકલ્પ ‘નાદાન’ તો,
મોત પહેલાં પણ મરીને અર્થ શું ?

– દિનેશ ડોંગરે ‘નાદાન’

Advertisements

8 thoughts on “અર્થ શું ?

 1. ફક્ત સુંદરતા સુગંધાશે નહીં,
  ફુલ કાગળના ધરીને અર્થ શું ?

  એ નર્યો પાષાણ છે ઇશ્વર નથી,
  એની પાસે કરગરીને અર્થ શું ? વાહ મજાના શે’ર..!!

  અર્થપૂર્ણ ગઝલ…!!

 2. ઇવ આદમની કથા જણ્યા પછી,
  સ્વર્ગની ઇચ્છા કરીને અર્થ શું ?

  દોસ્ત ‘નાદાન’ની વધુ એક સુંદર રચના.

 3. હો ન જીવનનો વિકલ્પ ‘નાદાન’ તો,
  મોત પહેલાં પણ મરીને અર્થ શું ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s