આપે જ છે

એક હોસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.

માંગવા જેવું તું ક્યાં માગે જ છે,
આપવા જેવું તો એ આપે જ છે.

આમ તો બદલી ગયો છે પારધિ,
તો ય મનમાં જાળ તો નાંખે જ છે.

બાળકો, ઝરણાં, પતંગિયા, પહાડ જો,
કેટલાં ઇશ્વર નજર સામે જ છે.
!
આમ પૂરા થઇ ગયા છે નોરતા,
તો ય ભીતર રાસ તો ચાલે જ છે.

આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.

– રાકેશ હાંસલિયા

Advertisements

6 thoughts on “આપે જ છે

  1. એક હોસ્પિટલ અહીં સામે જ છે,
    ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.

  2. બાળકો, ઝરણાં, પતંગિયા, પહાડ જો,
    કેટલાં ઇશ્વર નજર સામે જ છે..વાહ… ખુબ સુંદર…

    મજાની ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s