અવસર

કંકુ વર્ણો કોણ કાગળ મોકલે ,
આભ મારું સપ્ત રંગી નીતરે .

મઘમઘે કાં શ્વાસ આ કારણ વગર,
દોડતું લોહી બની કો ભીતરે .

દ્વાર પર આવ્યું હૃદયનાં કોણ આ.
મોરલો ટહુક્યો છે મારે ટોડલે .

બારસાખે તોરણો બાંધ્યા પછી
કોણ રંગોળી સજાવે આંગણે .

દીવડા પ્રગટાવતું ચારે તરફ ,
કોઇ અવસર થઇને આવ્યું બારણે.

– સ્મિતા શાહ

આજે વડોદરાના આ પ્રગતિશીલ કવિયત્રી બહેનનો જન્મદિવસ છે,
આપણે તેમને સ્વસ્થ અને શબ્દ સમૃધ્ધ આખા વર્ષની શુભેચ્છા પાઠવીએ… !!

Advertisements

8 thoughts on “અવસર

 1. સુંદર રચના…….જન્મદિવસની મુબારક…..

 2. મઘમઘે કાં શ્વાસ આ કારણ વગર,
  દોડતું લોહી બની કો ભીતરે ……..વાહ, મસ્ત ગઝલ

  હમરદીફ- હમ કાફિયાનું સુંદર પ્રયોજન

 3. વાહ ! ખૂબ સરસ ! જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

 4. સુંદર..જન્મદિનના અભિનંદન અને સુકાવ્ય માટે આશિશ.

 5. nice
  દ્વાર પર આવ્યું હૃદયનાં કોણ આ.
  મોરલો ટહુક્યો છે મારે ટોડલે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s