દ્વાર

ઘર વિશે ના જાણતાં,
દ્વાર છે બિલકુલ નવાં

દ્વાર સાંભળતાં રહ્યા,
પગરવોની વારતા.

દ્વાર તારા દ્વાર પર,
છે ટકોરાની સભા.

દ્વારને દે તાજગી,
આ સતત વહેતી હવા.

ભીંત ખુદમાં રાખતી,
દ્વારને માટે જગા.

ખુલ્યાં અંદરની તરફ,
દ્વાર એ ઘરમાં ગયાં.

કૃષ્ણને અચરજ થયું,
દ્વાર છે કે દ્વારકા?

– કિરણસિંહ ચૌહાણ

Advertisements

7 thoughts on “દ્વાર

  1. સાવ ટુંકી બહેરમાં સુંદર કવિ કર્મ…

    અર્થપૂર્ણ ગઝલ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s