તમારી આંખમાં શોધું

મને ગમતી ગઝલ જેવી બહારો હું તમારી આંખમાં શોધું,
નજર બોલી ઉઠે એવો ઈશારો હું તમારી આંખમાં શોધું.

અમે તો બેધડક એકરાર કીધો’તો બધા વચ્ચે, તમે ચુપ બસ,
તમારો એ જવાબી આવકારો હું તમારી આંખમાં શોધું.

સતત તમને નિહાળું ને અવિરત પ્રેમ વરસાવું ઈજાજત છે ?
મળે જે મારે નામે એ ઈજારો હું તમારી આંખમાં શોધું.

નિરંતર એકલો ચાલી હવે થાક્યો છું મારા હમસફર જો તું,
સદંતર સાથ ચાલે એ સહારો હું તમારી આંખમાં શોધું.

પછી ચાલ્યા કરીશું આપણે બે હાથમાં લઇ હાથ કાયમ એ,
નર્યા નિશ્ચયનો નિશ્ચલ ધ્રુવ તારો હું તમારી આંખમાં શોધું.

હવે ‘આનંદ’ના સરવરમાં વહીશું, મોજ કરશું, રોજ સાંજે ને,
મજેથી લાંગરે નૈયા હવે એવો કિનારો હું તમારી આંખમાં શોધું.

– અશોક જાની ‘આનંદ’

એક ભૂલ સુધારવાની છે, ગઇકાલે મુકાયેલી રચનાના
કવિયત્રીનું નામ બિની પુરોહિત છે અને ભૂલમાં
બિની શાહ લખાયું છે જેના માટે ‘આસ્વાદ’ બ્લોગ
વતી હું ક્ષમા-પ્રાર્થી છું..

– અશોક જાની ‘આનંદ’

Advertisements

8 thoughts on “તમારી આંખમાં શોધું

  1. હું તમારી આંખમાં શોધું.

    રદીફને નિભાવી કરેલી પ્રેમની વિભાવના સરસ રહી.

  2. પછી ચાલ્યા કરીશું આપણે બે હાથમાં લઈ હાથ કાયમ એ, ખૂબ સરસ શેર ! ખૂબ સુંદર છે આખી ગઝલ ! બધા જ શેર સુંદર !

  3. વાહ અશોકભાઈ…બહુ જ સુંદર અભિવ્યક્તિ. બધાય શેર મઝાના થયા છે.

  4. રદીફ સાથે કાફિયાના અદ્ભુત સંયોજનથી સર્જાયેલી એક તગઝ્ઝુલ સુંદર ગઝલ.અાખેઅાખી ગઝલ વારંવાર ગણગણવા ગમે તેવી. મારા ખૂબ ખૂબ અભિનંદન

  5. Very nice rachanaa.
    wah! હવે ‘આનંદ’ના સરવરમાં વહીશું, મોજ કરશું, રોજ સાંજે ને,
    મજેથી લાંગરે નૈયા હવે એવો કિનારો હું તમારી આંખમાં શોધું.
    Saryu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s