મ્હેરના કે કેરના

મહેરના અનુભવ મળ્યા કે કેરના
છળ હતા અચરજ ભર્યા ચોફેરના

આંખ ત્યાં ટેવાય તારી એ પછી
તેજ પણ લાગે સ્વરૂપ અંધેરના

કેટલીયે વારતા ભુંસાઇ ગઇ
છે કથા અવશેષમાં ખંડેરના

શસ્ત્ર લઇ ઘેરે કમાંડો શાંતિને
સામસામે બંકરો છે વેરના

ઘેર માએ જયાં જમાડ્યા વીસ જણ
આજ ઘડતી રોટલા પાશેરના

એક અફવાની કદર જેવી કરી
ગામ ચોંટાડે ગુના ભંભેરના

હદ મળે ને અગર અટકે નહીં
એક સિસોટી વાગશે આખેરના

આભ લાગે ‘કીર્તિ’ ઉંચે છો નજીક
આવતાં ચકડોળ નીચે લ્હેરના

– કીર્તિકાન્ત પુરોહિત

Advertisements

9 thoughts on “મ્હેરના કે કેરના

  1. મજા અવી વાંચવાની
    કેટલીયે વારતા ભુંસાઇ ગઇ
    છે કથા અવશેષમાં ખંડેરના…..આ પણ ગમ્યું.

  2. આંખ ત્યાં ટેવાય તારી એ પછી
    તેજ પણ લાગે સ્વરૂપ અંધેરના

    કેટલીયે વારતા ભુંસાઇ ગઇ
    છે કથા અવશેષમાં ખંડેરના…વાહ, ખુબ સુંદર ગઝલના ગમી ગયેલા શે’ર….!!

  3. ઘેર માએ જમાડ્યા જયાં વીસ જણ
    અાજ ઘડતી રોટલા પાશેરના.

    સમય અને પરિસ્થતિની લાચારીનો અનુભવ કરાવે છે અા શે’ર.
    સંપૂર્ણ ગઝલ મનનીય છે.

  4. શસ્ત્ર લઇ ઘેરે કમાંડો શાંતિને,
    સામસામે બંકરો છે વેરનાં.
    એકેએક શે’ર કાબિલેદાદ છે.

  5. કેટલીયે વારતા ભુંસાઇ ગઇ
    છે કથા અવશેષમાં ખંડેરના…..Very Nice..Enjoyed

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s