નથી થયો

અળખામણો હું એમ કૈં અમથો નથી થયો !!
કારણ : કદી હું કોઈનો ચમચો નથી થયો .

ડૂબી જવાનું આમતો મંજૂર ત્યાં કર્યું ,
કેવળ તરી લેવા જ હું હલકો નથી થયો .

વાણી પ્રદૂષણથી નથી વિશેષ એ કશું ,
જે શબ્દ ફેકાયા પછી પડઘો નથી થયો .

હા ,રાત હો તો રક્તમાં ભળવાની ટેવ છે ,
સહેજે ય પડછાયો કદી અળગો નથી થયો .

રાતી ચણોઠી ઘાસ નીચે રાખનાર કહે :
થઇ સાંજ ફળીયે ફૂંકતા : તણખો નથી થયો .

આખા ભરેલા ગ્લાસની સમજાય છે કથા ?
ના .કેમ કે તું કોઈ દી અડધો નથી થયો .

છે આટલી નિરાંત મારા ખોરડે ઘણી ,
છાંયો ભલે હું ના થયો : તડકો નથી થયો .

– હેમંત ગોહિલ ‘મર્મર’

Advertisements

6 thoughts on “નથી થયો

 1. વાણી પ્રદૂષણથી નથી વિશેષ એ કશું,
  જે શબ્દ ફેંકાયા પછી પડઘો નથી થયો.
  નખશિખ સુંદર ખુમારીસભર ગઝલ.

 2. છે આટલી નિરાંત મારા ખોરડે ઘણી ,
  છાંયો ભલે હું ના થયો : તડકો નથી થયો ….વાહ, મસ્ત શે’ર

  સાંગોપાંગ સુંદર ગઝલ… !!

 3. અળખામણો હું એમ કૈં અમથો નથી થયો !!
  કારણ : કદી હું કોઈનો ચમચો નથી થયો .
  vah……..kabile dad….matla……

 4. છે અાટલી નિરાંત મારા ખોરડે ઘણી ,
  છાંયો ભલે હું ના થયો : તડકો નથી થયો.

  ખૂબ સરસ શે’ર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s