તેથી જ લાગે છે

બધું દેખાય છે સરખું ફરક તેથી જ લાગે છે,
સકલ બ્રહ્માંડ છે ભેગું અલગ તેથી જ લાગે છે.

અહીં સૌ ભેટવા માટે કણસતાં હોય છે કાયમ ,
મળે છે રોજ રસ્તા પર ફડક તેથી જ લાગે છે.

મને અજવાસના અર્થો નથી એકે’ય આવડતાં,
તમસ ઘેરી વળે કાયમ ચમક તેથી જ લાગે છે.

છલોછલ ચૂપ બેઠો છું પરિચય એ જ છે મારો ,
નથી એમાં કશું અઘરું સરળ તેથી જ લાગે છે.

નથી ફફડાટ ઝીલતો,નથી પાંખો ય પરખાતી ,
ગગન દેખાય એનાથી ગહન તેથી જ લાગે છે.

– વારિજ લુહાર

Advertisements

6 thoughts on “તેથી જ લાગે છે

 1. મને અજવાસના અર્થો નથી એકે’ય આવડતાં,
  તમસ ઘેરી વળે કાયમ ચમક તેથી જ લાગે છે.
  નથી ફફડાટ ઝીલતો,નથી પાંખો ય પરખાતી ,
  ગગન દેખાય એનાથી ગહન તેથી જ લાગે છે…..વાહ… !!

  આમ તો આખી ગઝલ ગમી પણ ઉપરોક્ત બન્ને.. ક્યા બાત…!!

 2. મને અજવાસના અર્થો નથી એકે’ય આવડતાં,
  તમસ ઘેરી વળે કાયમ ચમક તેથી જ લાગે છે.
  sundar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s